________________
૨૫૧
તેની ધર્મપત્નીનું નામ હતું મદયન્તી. સૌદાસ રાજાને કેઈ મિત્રસહ અને ક્યાંક કઈ કઈ કમાલપદ પણ કહે છે. વશિષ્ઠ ગુરુના શાપથી તે રાક્ષસ બની ગયો હતો અને કમવશાત તે સંતાન વગરને જ રહ્યો હતો.”
સૌદાસ અને ખટવાંગ ન જેનું મન પ્રાણે કે, ઇન્દ્રિયોને વશે થયું શુદ્ધાત્મામાં રહી તેનું, મન પ્રભુ મહીં ભળ્યું. ૧ મેથી તે વદે મત્ય, દગો ન કેઈ નો સગો; છતાં દગો કરી નાખે, તેનાથી દૈત્ય છે ભલે. ૨ જે ખેંચાશે પ્રભુ પ્રત્યે, તેને પ્રભુય ખેંચશે; પૂરો પિતા ભણી ખેંચી, પ્રભુમય બનાવશે. ૩
અહીં રાજા પરીક્ષિત ફરીથી પૂછે છે કે, “ભગવન ! હું એ જાણવા ઇચ્છું છું કે રાજ છતાં મહાત્મા એવા સૌદાસને વશિષ્ઠ જેવા મહાન અને શાંત ગુરુદેવે શાપ શા માટે આપે ? જો આ વાત મને ખુલ્લી જણાવવા જેવી લાગે તો કૃપા કરીને જરૂર કહે !”
પરીક્ષિતને પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી શુકદેવજી બેલ્યા : “... રાજ સૌદાસ એક વાર મૃગયા કરવા ગયેલું. ત્યાં એણે કઈ રાક્ષસને મારી નાખ્યો અને એ રાક્ષસના ભાઈને છોડી દીધો તેથી તે વેર લેવા રાજા સૌદાસને ત્યાં જ રસોઈયા રૂપે રહ્યો અને એક દિવસે ગુરુ વશિષ્ઠને માનવ-માંસ ખવડાવી દીધું. તે ખબર ગુરુ વશિષ્ઠને પડતાં એમણે સૌદાસનો વાંક માની પ્રથમ તે શાપ દીધું : “તું રાક્ષસ થા !' પરંતુ રાજા સોદાસને આમાં વાંક ન હોવાથી તે “બાર વર્ષ રાક્ષસ