________________
૨૫૦
કહ્યું : “આપ મત્યલોકમાં પધારો!” ગંગાજી કહે છે : “હું તે ખુશીથી આવું, પણ (૧) મારા વેગને સહન કરનાર જોઈએ. (૨) ઉપરાંત બધા લોકો પાપોને મારામાં પધરાવશે, તે હું એ પાપ કેવી રીતે દૂર કરી શકીશ ? એ સવાલ છે !” ભગીરથે કહ્યું : “માતાજી ! રુદ્ર ભગવાન આ૫ના વેગને જરૂર સહન કરશે. અને મહા પવિત્ર એવા ત્યાગી–તપસ્વીઓ આપનામાં સામાન્ય લોકોએ વેરેલાં પાપાને આપને સ્પર્શ કરી પ્રક્ષીણ કરી દેશે !' આથી ગંગા પ્રસન્ન થઈ ગયાં. ખરેખર પરીક્ષિતજી ! શિવજીને પ્રાર્થના કરવાથી ભગવાન શિવજીએ એ ગંગાભાર અવશ્ય સહન કરી લીધો ! ત્યારબાદ રાજર્ષિ ભગીરથ ત્રિભુવનપાવની ગંગાજીને પિતાના પિતૃઓ હતા ત્યાં લઈ ગયા અને એમની રાખ પર ગંગાજળનો સ્પર્શ થતાં જ તે સગરપુત્રોનો ઉદ્ધાર થઈ ગયે અને તે બધા સ્વર્ગમાં ગયા. તે પછી જે સામાન્ય મારી પણ નિખાલસ, નમ્ર અને શુદ્ધ બની શ્રદ્ધાપૂર્વક ગંગાજલને
પશે એને ઉદ્ધાર કેમ ન થાય ? જરૂર થાય. આ હું ગંગાને મહિમા કહી રહ્યો છું એમાં કોઈ નવાઈ નથી. કારણ કે ગંગાજી ખુદ ભગવાનના એવા ચરણેમાંથી પ્રગટ થયેલ છે કે જે ભગવાનના ચરણનું શ્રદ્ધા સાથે ચિંતન કરતાં મોટા મેટા મુનિવરે નિર્મલ થઈ જાય છે અને સત્વ, રજ અને તમ નામના ત્રણે સંસારદાયક ગુણેથી ઊભાં થયેલાં, થતાં કે થનારાં કર્મબંધને કાપીને ભગવતસ્વરૂપ બની જાય છે. હવે એ શંકા તમને ન હોવી જોઈએ કે ન રહેવી જોઈએ કે સામાન્ય લેકે પણ ગંગાજળના સ્પર્શથી કેવી રીતે મુમુક્ષુ બની જાય ? પરીક્ષિત ! આ ગંગામહિમાની વાત શાંત ગંભીર ભાવે વિચારી જવી જરૂરી છે. અહીં ગંગા લાવનાર એવા ભગીરથવંશમાં ઋતુપર્ણ નામે રાજવી છે, જે નલરાજાને મિત્ર હતો અને જેમણે નલરાજાને પાસા ફેંકવાનું શીખવેલું હતું. આના બદલામાં નલરાજાએ પણ ઋતુપર્ણ રાજવીને અશ્વવિદ્યા શીખવી હતી. એ જ ઋતુપર્ણના પુત્ર સર્વકામનો પુત્ર સુદાસ થયો. તે સુદાસને પુત્ર થયો સૌદાસ,