________________
२४९
પુત્ર થયેલું. તેને પુત્ર અંશુમાન હમેશાં દાદા સગર રાજાની સેવામાં જ રહેતો હતો. એ અંશુમાન દાદાની આજ્ઞાથી અશ્વમેધને ઘેડા ગોતવો શરૂ કર્યો ! કપિલમુનિના ચરણમાં પડીને સ્તુતિ કરવા માંડી આપે જગકલ્યાણ માટે જ જમ ધર્યો છે!' કપિલ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા : “બેટા ! આ તારા યજ્ઞનું પશુ છે. તે ખુશીથી તું લઈ જા અને તારા કાકાઓ જે પિતાના બેટા કર્મનું ફળ પામ્યા છે તેઓને પણ ગંગાજલને નિમિત્તે જરૂર ઉદ્ધાર થશે !” આ સાંભળી ભાવપૂર્વક અંશુમાને પ્રદક્ષિણા કરી લીધી. યજ્ઞપશુ(અશ્વમેધ યજ્ઞના ઘેડા)ને લઈ આવ્યો. સગર રાજાએ ઘોડો આવ્યા પછી એ અશ્વમેધ યજ્ઞની પ્રક્રિયા પૂરી કરી લીધી. હવે સગર રાજા એ અંશુમાનને બધે જ કાર્યભાર સોંપીને પોતે નિવૃત્ત થઈને આ ગુરુને પ્રતાપે પરમ પદની પ્રાપ્તિ પણ કરી લીધી !”
ગંગા-અવતરણ થતા જે પ્રભુપાદે થી, સંતે ત્રિગુણાતીત; તે જ પાદોથી જન્મેલાં, તેથી ગંગાજી પુનિત. ૧ પાપ હરાય ગંગાથી, સામાન્ય નરનાં પણ ઋજુતા – નમ્રતા-શુદ્ધ ભાવે સ્પચે સુપાવન. ૨
નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત રજન્ ! સગરપૌત્ર અંશુમાને ગંગાને અવતારવાના પ્રયાસ શરૂ કરી દીધો. ઘણું લાંબી અને ઘેર તપસ્યા કરી. વળી તેમનું અવસાન પછી અંશુમાનપુત્ર દિલીપ પણ મેટી તપસ્યા કરે. દિલીપના મૃત્યુ પછી તેને પુત્ર ભગીરથે પણ તપસ્યા સારી પેઠે કરી ત્યારે ગંગાજી પોતે વરદાન દેવા માટે પ્રગટ થયાં ! આ વેળાએ નમ્રતાપૂર્વક ભગીરથે