________________
b
૨૪૭
થી આ માં આ વાત સમ.
કે “તમારું આ આખ્યાન સાંભળનારને કદી સપને ભય રહેશે જ નહીં. એ જ વંશમાં ત્રિબંધન નામનો પુત્ર હતો, અને તે ત્રિબંધન રાજાને સત્યવ્રત નામે પુત્ર હતું. જે ત્રિશંકુ નામથી વિખ્યાત થયેલે, તે ગુરુ વશિષ્ઠના શાપથી ચંડાલપણું પામેલ. આના મુખ્ય કારણમાં (૧) બીજા કેઈને પરણતી બ્રાહ્મણ કન્યાનું તેણે અપહરણ કરેલું, (૨) પિતાના ગુરુની ગાયનું રક્ષણ ન કરતાં ગાયને નાશ થવા દીધેલો, અને (૩) મંત્રથી પ્રક્ષણ નહીં કરેલાંને તેણે ઉપયોગ કરેલ. આ ત્રણ દોષો તે ત્રિશંકુરાજાને ખીલાની જેમ ચૂભી રહ્યા હતા ! હરિવંશમાં આ વાતની નોંધ આવે છે. વિશ્વામિત્ર ઋષિના પ્રભાવથી તે માનવશરીરે જ સ્વર્ગમાં ગયો હતો. દેવતાઓને એ નહેતું ગયું, એટલે દેવોએ ત્રિશંકુ રાજાને ઊંધે માથે પાછો પાડેલ. પરંતુ વિશ્વામિત્ર ઋષિના પ્રતાપે તે નીચે નથી પડ્યો. તે ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર થયેલ. હરિશ્ચંદ્રને નારદજીની કૃપાથી જ રહિત નામને એકનો એક પુત્ર થયેલ. સત્યને કાજે રાજા હરિશ્ચંદ્ર પિતાનાં પટરાણી તારામતીને અને પુત્ર રોહિતને પણ ત્યાગ કર્યો હતો, જેને લીધે આખરે વિશ્વામિત્ર ગુરુ રાજા હરિશ્ચંદ્ર પર પ્રસન્ન થઈ ગયા હતા. તારામતી જેવી સતી ભાગ્યે જ થશે ! મતલબ હરિશ્ચંદ્રની સત્ય-વફાદારીમાં રાણું તારામતી અને પુત્ર રોહિતને ફાળે જરાય ઓછો ન હતો ! પરમ સત્યને પામવા માટે વ્યવહારુ રીતે સત્યને આચરવું જ પડે છે. એવા વ્યવહારુ સત્યને નિરપેક્ષ એવા પરમ સત્યની સાથે તાળા મેળવવામાં એકલો માનવી ગમે તેટલો સમર્થ હોય તે પણ પર્યાપ્ત થઈ શકતો નથી. આ દષ્ટિએ સર્વસંગ-પરિત્યાગી સાધુનું મૂલ્ય વધુ છે, પરંતુ તેવા ક્રાંતિપ્રિય સાધુને પૂરક, પ્રેરક વગેરે પરિબળાની જરૂર પડે છે ! ! ! આ દૃષ્ટિએ હરિશ્ચંદ્ર રાજાનું જીવન અદ્ભુત ગણી શકાય તેવું છે. જગતમાં સત્ય ભગવાનની પ્રતિષ્ઠા રહેશે ત્યાં લગી રાજા હરિશ્ચંદ્ર કદી ભુલાશે નહીં !”