________________
૨૪૫
માંથી જન્મેલા કહેવાય છે. તે કુળમાં પુરંજય એ બળવાન રાજ થયો હતો કે જેનું વાહન ખુદ ઈન્દ્ર બનેલા અને એ રીતે દત્ય પર દેવ અને દેવે કે પુરજની મદદથી જ વિજય મેળવેલે. આગળ જતાં એ જ પુરંજય કુળમાં યુવનાશ્વનો પુત્ર માંધાતા રાજ થયે, જેણે જન્મતાં જ બચપણમાં જ ઇંદ્રની તર્જની આંગળી ચૂસી દૂધતુતિ કરી હતી. એણે એકલાએ સાત દીપવાળી પૃથ્વીનું શાસન કરેલું. રાજા માંધાતાના ત્રણ પુત્ર અને પચાસ કન્યાઓ હતી. તે પચ્ચીસેય કન્યાઓએ એકલા સીરિ ઋષિને પતિ તરીકે પસંદ કરેલા. આમ તો સૌભરિ મોટા તપસ્વી હતા, પરંતુ એકદા ડૂબકી લગાવી ત્યાં મસ્યરાજને પિતાની પત્નીઓથી બહુ સુખી જઈને સૌભરિ ઋષિને પણ પરણવાનું મન થઈ ગયું અને સામેથી માંધાતા પાસે માત્ર એક કન્યા માગી, પણ એમને તે પચાસેય કન્યા મળી ગઈ; પણ તપ ખોઈ બેઠા અને ભેગમાં તૃતિ ક્યાંથી મળે? વેદાચાર્ય સૌભરિને એક દિવસ વિચાર કરતાં કરતાં વિચાર આવી ગયે કેઃ “મસ્યરાજના ભાગો જોઈ હું ભેગરસિક તે બની ગયો, પણ તૃપ્તિ અને આનંદ ભાગોમાં નહીં પણ ભોગેના ત્યાગમાં છે. તેમને એમ પણ લાગ્યું કે “ત્યાગી મોક્ષાથી પુરષાએ ભેગીઓના ભેગનિરીક્ષણી હમેશા દૂર રહેવું. એકાકી રહી વિષયોથી મન મુક્ત રાખવું. તેઓએ એકલા રહી એકાંતમાં પેતાનાં ઇંદ્રિય તથા મનને પરમાત્મામાં પરાવવું, ઇન્દ્રિયોને બહિર્મુખ થવા ન દેવી. પુરુષને સ ગ કરવો. કટલા ખેદની વાત છે કે એક મસ્વરાજ અને માછલીને ભગોમાં આસક્ત જોઈ, હું એ હદે ચઢયો. એમાંથી એકને બદલે પચાસ કન્યાઓને પરો , પણ ભેગમાં તે તૃપ્તિ જ કેમ મળી શકે ? એમ ચિંતન કરતાં કરતાં સૌભરિ ઋષિ વૈરાગ્યાધીન બની ગયા અને સંસારથી સર્વથા મુક્ત બની ગયા ! તેઓ વનમાં ચાલ્યા, તો ત્યાં પણ પચાસેય કન્યાઓએ ઋષિજીની સાથેસાથ વનપ્રયાણ કર્યું. વનવા જઈ પરમ સંયમી