________________
૨૪૦
જન વીશ્વદેવ સંબંધી બે સૂક્તો બતાવી દે ! તેઓ યજ્ઞ પૂરા કરી તુરત સ્વર્ગમાં જવા માગે છે, તે સ્વર્ગ માં જતાં પહેલાં યજ્ઞમાં બચેલું બધું ધન તેએ તને આપી દેશે !' આ પ્રમાણે નાભાગે પિતાજીના કથન પ્રમાણે જ કર્યું અને આંગિરસ ગોત્રના બ્રાહ્મણોએ પણું બધું બચેલું યજ્ઞધન છોડી સ્વર્ગ-પ્રયાણ કર્યું. જે એ ધન “ના ભાગ લેવા માંડે છે, ત્યાં તરત કેઈ કાળા રંગને માણસ આવીને ઊભો રહ્યો. એણે એને કહ્યું? આ બચેલું જે કાંઈ યજ્ઞનું ધન છે તે મારું છે !' નાભાગે કહ્યું : “આંગિરસ ગોત્રી બ્રાહ્મણોએ સ્વર્ગમાં જતાં પહેલાં આ વધેલું બધું ધન પોતાને આપ્યું છે...” ત્યારે પેલા માનવીએ કહ્યું : “આપણા વિવાદને તારા પિતાજી જે નિર્ણય આપે તે મને કબૂલ છે !” તરત નાભાગે પિતા પાસે જઈ આ વિશે પૂછયું તો પિતાજીએ કહ્યું: ‘એક વાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ઋષિ લોકેએ નિશ્ચય કર્યો છે કે હવેથી યજ્ઞમાં જે બચે તે બધું રુદ્રદેવનું છે એટલે આ ધન તો રુદ્રદેવને જ મળવું જોઈએ. તરત ના ભાગ સમજી ગયા કે આ પુરુષ કદાચ પોતે જ ભગવાન જણાય છે ! અને તે પુરુષને તે પ્રણામ કરવા લાગ્યો ! અને ભૂલની ક્ષમા માગી. ત્યારે તે કાળે પુરુષ બે : “ભાઈ ! તારા પિતાએ પક્ષપાત રહિત અને સાચે ન્યાય આપે છે અને તું પણ કશું છુપાવ્યા વિના સાવ સાચું કહે છે, તેથી હું તારા ઉપર ખરેખર રાજી થઈ ગયે છું ! તું વેદને અર્થ તે બરાબર જાણે છે એટલે તે જાણવાની વિશેષ જરૂર રહેતી નથી. હું તને સનાતન બ્રહ્મતનું જ્ઞાન આપું છું. અને યજ્ઞમાં બચ્યું છે તે મારા અંશરૂપ છે, તે ધન પણ તને આપું છું. તું એને ઝટ સ્વીકાર કરી લે !” એમ કહી સત્યપ્રેમી રુદ્ર ભગવાન અંતર્ધાન થઈ ગયા. જે મનુષ્ય સવાર અને સાંજ એકાગ્ર ચિત્તથી આ કથા સાંભળે છે તે જરૂર પ્રતિભાશાળી અને વેદજ્ઞ તે થાય છે જ પણ સાથે સાથે પિતાના રવરૂપને પણ જાણી શકે છે જ !”