________________
પ્રભુપ્રેમી અંબરીષ
પ્રભુ પોતે સ્વભક્તોને, પોતાનાથીયે વધુ ગણે તેથી રક્ષા કરે પૂર્ણ, અંબરીષ કથા ભણે. ૧ ભક્તિ તે કારણે જ્ઞાન-કર્મથીયે મહાન છે; તે સદા ભક્તિને પાયે સાબૂત રાખવું પડે. ૨
શ્રી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત ! નાભાગને એક પુત્ર થયેલ. જેનું નામ અંબરીષ હતું. તે ભગવાનને પરમ પ્રેમી અને ઉદાર ધર્માત્મા હતો. જે બ્રહ્મશાપ કોઈથી રોક્યો ને રે કાય, તે પણ ભગવાનને પરમ ભક્ત હેવાથી અંબરીષને સ્પર્શ કરી નહોતો શક્યો !” આ જાણું આશ્ચર્યચકિત થઈ રાજા પરીક્ષિતે પૂછયું: ભગવાન ! હું એ પરમ જ્ઞાની અંબરીષ રાજર્ષિનું જીવનચરિત્ર સાંભળવા માગું છું.. કારણ કે આ જગતમાં ગમે તે પ્રભાવશાળી માનવી હેય પણ તે કદી બ્રાહ્મણને શાપ નિવારી શકતા નથી તો આમાં એને અપવાદ કેમ ?...” શુકદેવજી આના પ્રત્યુત્તરમાં વિસ્તૃત રીતે કહે છેઃ “રાજન પરીક્ષિત ! અંબરીષ મહાભાગ્યવાન રાજવી હતા. પૃથ્વીના સાતેય દીપ, અચલ સંપત્તિ અને અજોડ અજય એને સહેજે સાંપડેલાં. સામાન્ય ક્ષત્રિય માનવી માટે કદીયે આ સુલભ નથી. એવી મહાન ચીજે અનાયાસ પ્રાપ્ત થવા છતાં તેઓ એ બધીયે ચીજોને સ્વપ્નવત સમજતા હતા. કારણ કે એ સમજતા હતા : જેને લીધે મનુષ્ય ઘોર નરકનાં કામ કરે છે તે ધનદોલત તે ચાર દિવસની ચાંદની જેવી છે !” કારણ કે એમને પરમ પ્રેમ કૃષ્ણ ઉપર તથા ભગવાનપ્રેમી સંત ઉપર જ હતો, તેથી આખું જગત અને એની સમગ્ર સંપત્તિએ એને માટીના ઢગલા
પ્રા. ૧૬