________________
૨૩૫
આગિયા જેવું દેખાઈ રહ્યું હતું ! ખરી રીતે ઊધઈએ કરેલા રાફડામાં વચ્ચે યવન ઋષિનું તપસ્વી શરીર હતું. શરીર રાફડામાં ઢંકાઈ ગયું હતું પણ વચ્ચે બે ઉઘાડી તગતગતી આંખો જાણે આગિયા જેવી બની ગઈ હતી. બાળસુલભ કુતૂહલથી સુકન્યાએ પાસેના બાવળના ઝાડમાંથી શૂળ લઈ એ બન્નેને વીધી નાખી. પરિણામે એ આંખોમાંથી ઘણું લેહી નીકળી પડયું અને તે જ વખતે શર્યાતિના સેનિટેનાં મળમૂત્ર બંધ જ થઈ ગયાં! રાજા શર્યાતિ તેથી સાથર્ય દુઃખિત થઈ બેલી ઊઠયાઃ “અરે સૈનિકે ! તમારામાંથી કોઈએ પણ ચ્યવન ઋષિને અવિનય તે નથી કર્યો ને ? આ આશ્રમ યવન ઋષિને છે ! સુકન્યાએ ગભરાતાં ગભરાતાં ખરી વાત કહી દીધી ! રાજા શર્યાતિએ તરત રાફડાની અંદરથી ઋષિને ખુલ્લા કરી પુત્રીની ગફલતની ખૂબ માફી માગી અને પિતાની એ સુકન્યાને યવન ઋષિ સાથે પરણાવી પૂર્ણપણે સમર્પિત કરી દીધી ! પછી ચ્યવન ઋષિની અનુમતિ લઈ તે પાછા પોતાની રાજધાનીમાં પહોંચ્યા.
અહીં પ્રસ્તાવ હૃદયનો પામી હતી. તેથી સુકન્યા પરમ ક્રોધી ચ્યવનમુનિને પણ પતિભાવે તન, મન અને સાધનથી સમર્પિત થઈને પળે પળે રાજી રાખવામાં લીન બની ગઈ હતી ! હવે તે સુકન્યા માટે જગતમાં જે કંઈ પતીકું છે, તે માત્ર ચ્યવનમુનિમાં દેખાવા લાગ્યું હતું !! જ્યારે આટલું બધું તાદાશ્ય થઈ જાય, તે તેવાં પતિ-પત્ની વૃદ્ધ હોય, તો પણ બને અનાયાસે યુવાન બની જાય છે ! ! એટલું જ નહીં તેઓ બંને મન અને ચેતનથી પરમ અભેદ અનુભવે છે ! પંચમહાભૂતની શરીરભિન્નતા એ બંનેને એટલી જ જડરૂપે જુદાઈવાળા બની જાય છે ! આવું બે ભિન્ન શરીરધારી એનું ઐક્ય સિદ્ધ થયા પછી બાકી શું રહે ? કુદરતનાં બધાં તો પણ પછી એ બંનેની સેવામાં વારે વારે અનાયાસે હાજર થઈ જાય છે. એટલે જ આકસ્મિક રીતે ત્યાં બને અશ્વિની કુમાર આકર્ષાઈ આવ્યા. અશ્વિનીકુમારને સમરસમાં ભાગ જોઈતો હતો