________________
૨૩૪
વિઘા પામીને ઈડાવડાના ગર્ભમાંથી લોકપાલ કુબેરને જન્માવ્યા. એમાંથી વંશવૃદ્ધિ થઈ અને વિશાલ થકી જ વિશાલી નગરી વસી છે ! કૃષાશ્વપુત્ર સમદરે યજ્ઞ દ્વારા યજ્ઞપતિ ભગવાનની આરાધના કરેલી અને ત્યાગેશ્વર સં તેના આશ્રયે મુક્તિ મેળવી. સોમદત્તની પુત્ર સુમતિ અને સુમતિના પુત્ર જનમેજય ગણાય, આ બધા તૃણબિંદુની કીર્તિવૃદ્ધિમાં સહાયક થયા.
વન–સુકન્યા કથા
ઘણા અવિનય સાથે, સંતને જે અભક્તિએ; દભવે ત્યાં મળે માફી, ફક્ત પૂરા સમર્પણે. ૧ ત્યાગે-તપે તે પૂર્ણ, મુનિ, પછી મહામુનિ, થવા નિસગ સંગો, સજે સ્વયં કૃપા કરી. ૨ તરવું તારવું બને, ક્રિયા જે ધર્મમાં વસી તે ધર્મ બનાવાય, માત્ર મહામુનિ થકી. ૩ મહામુનિ તણું તેથી, પ્રયોગશીલ-જીવન; જગે ઝંખે સદા દે, ને મહામાનવે પણ ૪
ભાઈ પરીક્ષિત ! મનુપુત્ર રાજ શર્યાતિ વેદપાઠી અને ઊંડા અભ્યાસી હતા! સુંદર અને રૂપરૂપના ભંડાર જેવી એક સુકન્યા નામની કન્યા પણ એમને ત્યાં જન્મી હતી. એક દિવસ તેઓ આ કન્યાને સાથે લઈ ફરતા ફરતા ચ્યવન ઋષિના આશ્રમમાં અચાનક પહોચી ગયેલા. સુકન્યા તે પિતાની સખીઓ સાથે આ વનનાં વૃક્ષ જોઈ રહી હતી ! તેવામાં એની નજર ઊધઈના રાફડા તરફ ગઈ. તેના છિદ્રમાંથી બે