________________
૨૩૩
નારી અને એક માસ ન રહે. આ જ વનમાં નારી બન્યા પછી ચંદ્રકુમાર બુધના સંયોગે તેને પુરાવા નામને પુત્ર થયેલે. પુરૂરવાને રાજય સંપી છેવટે તપ કરવા ચાલ્યો ગયો. તે પછી વૈવસ્વત મનુએ જાતે પણ યમુના તટ પર પુત્રકામનાથી તપ કર્યું . તેમને ઈવાકુ આદિ દસ પુત્રો થયા. તેમાંના એકનું નામ પૃષધ્ર. તે ગાયોની રક્ષા કરતા. એક દિવસ તે ગૌશાળામાં ગયો. પણ ત્યાં ગાય ખાનાર વાઘને મારવા જતાં વાઘના તે કાન જ કપાયે પણ અંધારું હોવાને લીધે હથિયાર લાગવાથી એક ગાય મરી ગઈ. અજાણતાં થયેલા આ પાપને લીધે તે શકરૂપ બની ગયે. છતાં ઉચિત તપ ત્યાગને કારણે છેવટે તે તે પરબ્રહ્મ પરમાત્માને જરૂર પામી ગયો, એ મનુને સૌથી નાને પુત્ર “કવિ' નામે હતે. તે પણ કિશોરાવસ્થામાં જ રાજ્યભવ છોડી ત્યાગ અને તપને માર્ગે પરમ પદ પામી ગયે. બ્રહ્મલીન જ થઈ ગયે.
શુકદેવજી રાજા પરીક્ષિતજીને ઉદ્દેશીને મનુના વંશવેલની વાત કરતાં કરતાં આગળ કહે છેઃ “રાજન ! મનુપુત્ર કરુષને કારણે કારુષ નામના ક્ષત્રિયે થયા. તેઓ ધર્મપ્રેમી, બ્રાહ્મણભક્ત અને ઉત્તરીય પ્રતાના રક્ષક પુરવાર થયા. ધૃષ્ટથી ધાર્ટનામના ક્ષત્રિયો થયા. પણ ધીરે ધીરે એ જ શરીર છતાં તેઓ આગળ જતાં બ્રાહ્મણ થઈ ગયા. બીજા મનુ વંશમાં કાનન મહર્ષિ જાત્કાર્યને નામે પ્રખ્યાત બ્રાહ્મણ થયા. “આનિવેમ્યાનન” ગાત્ર એમાંથી જ ચાલ્યું છે. દિષ્ટના પુત્ર નાભાગ, પોતાના કર્મને કારણે વૈશ્ય થઈ ગયા. તેમાં ધાર્મિક વૃત્તિ ઘણી હતી. એ રીતે તેઓમાં મરુત્ત નામના ચક્રવતી પણ થયા છે. મરુતે જે યજ્ઞ કરાવે તેની તુલનામાં બીજા કે ઈનાય યજ્ઞ આવી શકતા નથી ! ક્રમે ક્રમે આ વંશમાં તૃણબિંદુ રાજા ખરેખર ગુણના ખજાનારૂપ થયા હતા. જેમને અલબુવા અસરાદેવીએ પોતાના પતિ તરીકે પસંદ કરેલા. એમના કેટલાક પુત્ર અને ઈડવિડા નામની કન્યા જન્મી. તેના થકી મુનિવર વિશ્રવાએ ઉત્તમ