________________
૨૩૨
કહી, પણ મારી ઇચ્છા એ છે કે એ વૈવસ્વત મનુના સમયના અને પછીના બીજા નામાંકિત રાજએ વિશે પણ જાણું! અને જવાબ આપતાં શુકદેવજી કહે છે: “વિસ્તારથી તે એ નામાંકિત રાખએનું વર્ણન કરતાં વર્ષોનાં વર્ષો વહી જાય ! પણ હું ટૂંકાણમાં તે પૈકીનું કેટલુંક વર્ણન કરીશ, સૂતજી કહે છે : શૌનકાદિ ઋષિએ ! બ્રાભવાદી ઋિષએની સભામાં પરીક્ષિતને હવે ઉપલા પ્રશ્નના સંક્ષિપ્ત ઉત્તર આપતાં મન ભગવાન શુકદેવજી કહે છે : વહાલા પરીક્ષિત ! પ્રલયના સમયે તેા પ્રાણી માત્રના આત્મારૂપ પરમ પુરુષ પરમાત્મા એકલા રહે છે. તેવે જ સમયે એકદા પરમાત્માની નાભિમાંથી એક સુવર્ણમય કમલકાશ પ્રગટ થયે ! અને એમાં ચાર મુખવાળા બ્રહ્માજીને આર્શાવર્ભાવ થયા. બ્રહ્માજીના મનથી મરીચિ અને મરીચિપુત્ર કશ્યપ થયા. કશ્યપનાં ધર્મપત્ની રૂપે દક્ષ પ્રજાપતિનાં પુત્રો અદિતિ થયાં. તેનાથી જ વિવસ્વાન (સૂર્ય) જન્મ્યા. વિવસ્વાનની સના નામની પત્નીથી શાહદેવ મનુને જન્મ થયા. એ શ્રદ્ધાના જ ગર્ભથી શ્રાદ્ધદેવ મનુને દશ પુત્રો થયા. જો કે પ્રથમ । વૈવસ્વત મનુ નિઃસ્ તાન જ હતા. પણ સર્વસમર્થ વશિષ્ઠે સૌંતાન પ્રાપ્તિ કરાવવા માટે વરુણુ યજ્ઞ કરાવેલા, તે વખતે શ્રદ્ધાએ હાતાને વિનતી કરી પુત્રી માગી, તેથી પુત્રને બદલે ડેમનાર બનેલા બ્રાહ્મણે તેવે સ’કલ્પ કર્યા, તેથી ઈલા નામની કન્યા પ્રાપ્ત થઈ. કન્યાને જોઈને શ્રાદ્ધદેવે પૂછ્યું : 'આમ કેમ થયું ?' વિશષ્ઠ ઋષિએ ખુલાસા કરી ભગવાન પાસે તે કન્યાને જ પુત્ર બનાવી દેવા વીનવ્યું અને ભગવાને તેમ કરી પણ આપ્યું! તેનું નામ જ ઘુમ્નકુમાર ! આમ કન્યામાંથી એક સુંદર પુત્ર બની ગયા ! પરંતુ ફરી એક વખત મૃગ પાછળ મૃગયા કરતાં એવા પ્રદેશમાં આવી તે ચડયો કે તે અને સાથી બધા જ નરમાંથી નારી બની ગયા. આ પ્રદેશને ભગવાન શકરે એવું કહેલું કે ‘અહી જે પુરુષ આવશે તે સ્ત્રી છની જરો.' આથી જ આમ થયું હતું, પણ ગુરુ વશિષ્ઠની શંકર પ્રાર્થનાથી તે એક માસ