________________
૨૩૦.
ભગવાને તેમને વૈવસ્વત મન બનાવી મૂક્યા ! એક દિવસે તેઓ કૃતમાલા નદીમાં નાન સાથે તર્પણ કરતા હતા. તેવામાં તેની અંજલિમાં એક નાની માછલી આવી ગઈ. દ્રવિડ દેશના રાજા તે સત્યવ્રતે બબામાંની તે માછલીને પરમ દયાપૂર્વક નદીમાં પાછી નાખી તે એ માછલીએ કહ્યું : “બીજા જલચરને ડર લાગે છે. માટે મને તું જ રક્ષા આપ. સત્યવ્રત રાજાએ તેને પિતાના પાત્રના જળમાં રાખી લીધી અને આશ્રમ પર ગયો. ત્યાં એક રાતમાં કમંડળમાં તે એટલી બધી વધી ગઈ અને બોલીઃ “આ વાસણ મને નાનું પડે છે !' તેમાંથી કાઢી મેટા મટકામાં રાખી પણ એ તો વધતી જ ચાલી, છેવટ સરોવર, મહાસરોવર અને આખરે સમુદ્રમાં નાખી ત્યારે બેલી : “રાજન ! સમુદ્રમાં ન નાંખ ! કારણ કે ત્યાં બીજ જલચરે મને ખાઈ જશે !” પણ સત્યવ્રત રાજાએ કહ્યું : “માછલીના રૂપે આપ ભગવાન જ છે ! આપ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સ્વામી છે!” આ પ્રમાણે જયારે સત્યવ્રત રાજાએ કહ્યું ત્યારે ભગવાન બોલ્યા : “સત્યવ્રત ! આજથી સાતમે દિવસે, જ્યારે ભૂર્લોક આદિ ત્રણે લેક પ્રલયના સમુદ્રમાં ડૂબી જશે, ત્યારે તું સમસ્ત જીવોનાં સૂક્ષ્મ શરીરને સાથે લઈને સપ્તર્ષિઓ સાથે નાવ પર ચઢી જજે ! છટામેટાં અન્ય પ્રકારનાં બીજે પણ તે સાથે જ તેમાં લઈ લેજે. ત્યારે ચોમેર અંધારું થઈ જશે, માત્ર ઋષિઓનાં તપઃપ્રકાશનો સહારો લઈ, હિંમત રાખી નૌકામાં તું તરત ચઢીને બેસી જજે ! અને ચારે બાજુ નૌકાને ઘુમાવજે. જ્યારે પ્રચંડ આંધી આવે, ત્યારે પણ નૌકા ભલે ડગમગે, પણ તું હિમ્મત ન હારતો ! ત્યારે હું આવી જઈશ. વાસુકિનાગ દ્વારા એ નૌકાને મારાં શિંગડાં સાથે બાંધી દેજે. બ્રહ્માજીની રાત પૂરી થાય ત્યાં લગી હું તને પણ ચક્કર ચક્કર સમુદ્રમાં ફેરવ્યા કરીશ ! એ વખતે તું પ્રશ્ન કરીશ તે અંગે હું ઉત્તરમાં ઉપદેશ આપીશ. ત્યારે તને બ્રહ્મજ્ઞાન થશે.” આટલું કહીં ભગવાન અંતર્ધાન થઈ ગયા. એ સમય આવી ગયો અને સત્યવ્રત રાજાએ