________________
૨૨૮ પરીક્ષિત રાજાએ પૂછ્યું : 'ભગવાનનાં કામ ઘણું અદ્ભુત હેય છે, એકવાર ભગવાને મસ્યાવતાર ધારણ કરી સૌને આશ્ચર્યચક્તિ કરેલાં. તો મારે આપને ચરણે મુખ્ય પ્રશ્ન એ છે કે ભગવાન પિતે તે સર્વશક્તિમાન છે, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત છે, તો તેઓએ કર્મબન્ધનના બંધને બંધાયેલ અને લોકનિંદિત તથા પરતંત્ર એવી મસ્યનિ પિતાને જન્મ લેવા માટે કેમ પસંદ કરી ? આ જરાય સમજાય એવું નથી, તો આપ એ વિષે સમજા!” સૂતજી શીનકાદિ ઋષિઓને કહે છે કે, “આવો પ્રશ્ન જ્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યો, ત્યારે મહા બ્રહ્મચારી શુકદેવ મુનિ બેલ્યા.”
- શુકદેવજી કહે છે : પરીક્ષિતજી ! તમારી વાત યથાર્થ છે. આમ તે ભગવાન પિતે વિશ્વના જીવ માત્રને પ્રભુ છે અને સર્વ પ્રકારે સંપૂર્ણ શક્તિસંપન્ન છે, પરંતુ ગાય, બ્રાહ્મણ, દેવ, સાધુ, વેદ, ધર્મ અને આ જગતની અર્થ રક્ષા ખાતર વારંવાર અવતાર ધારણ કરતા હોય છે. તેઓ અંતર્યામીરૂપે પ્રાણી માત્રમાં રમી જ રહેલા હોય છે. છતાં ઉપલા કારણે વિશ્વકલ્યાણ માટે એમને પણ અવતાર ધારણ કરવાનું હોય છે ! ત્યારે ગમે તે ઊંચી કે નીચી યોનિ પસંદ કરી લે છે. એમ છતાં તેઓને એ યોનિઓને કશે લેપ લાગતો જ નથી કારણ કે તેઓ સદા ત્રિગુણાતીત છે ! એ દષ્ટિએ જુએ પરીક્ષિતજી! એક બાજુ પાછળના ક૯પને અંતે બ્રહ્માજીના સૂઈ જવાને કારણે બ્રહ્મ નામને નૈમિત્તિક પ્રલય થયો હતે. તે સમયે ભૂક વગેરે બધા લેકે સમુદ્રમાં ડૂબી ગયા હતા. અને વખતે બ્રહ્માજીને સુવાને સમય થતાં વેદે એમના (બ્રહ્માજીના મુખમાંથી સરી પડ્યા અને તરત હયગ્રીવ નામના બલિષ્ઠ દૈત્યે તે ચેરી લીધા. આથી જ ભગવાનને સ્વાવતાર ધારણ કરવું પડે. તે કાળે સત્યવ્રત નામને ઉદાર રાજવી ભગવતપરાયણ રાજર્ષિ બનેલે... તે કેવલ પાણી પીને તપસ્યા કરતો હતો. તે જ સત્યવ્રતજી વર્તમાન મહાક૯પમાં રજૂર્યદેવતાના પુત્ર શ્રાદ્ધદેવને નામે વિખ્યાત થયા. અને