________________
૨૨૮
પ્રશંસા કરી અને દિવ્ય ફૂલે વર્ષાવ્યાં. દુંદુભિ વાગવા લાગી ગયાં ? “ધન્ય છે, જેમણે આવું દુષ્કર કાર્ય કર્યું...!”
ત્યાં જ એક અદ્દભુત ઘટના બની. વામન સ્વરૂપ ક્રમશઃ વધવા લાગ્યું અને હવે ખુદ બલિરાજાએ જોયું કે વિશ્વરૂપ ભગવાનના શરીરમાં ચારેય ગતિ સહિત સમસ્ત જગત સમાયું છે. ત્યારે બે ડગલામાં બધું જ ભગવાને લઈ લીધું અને ત્રીજું માગ્યું તો બલિરાજાએ પોતાનું માથું ધર્યું. એટલે તરત પ્રભુ પ્રસન્ન થઈ ગયા. દૈત્યો સહિત બલિરાજાને સુતલ લોકમાં મોકલ્યા. ઇન્દ્રને નિષ્કટક રીતે સ્વર્ગનું રાજ્ય સયું અને ઉપેદ્ર રૂપે પોતે જ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. આમ અદિતિમાતાને ખુશખુશાલ કરી નાખ્યાં. વિંધ્યાવલિ રાણી અને બલિરાજાએ સત્ય અને સમર્પણને પતિ દાનવ હોવા છતાં ભક્ત પ્રહૂલાદની જેમ આદર્શ આચરી બતાવ્યું. આથી જ પરીક્ષિત રાજન ! પ્રલાદ ભક્તની જેમ જે દૈત્યરાજ બલિરાજાની આ મહાન કથા સાંભળશે, તેઓને પરમ ગતિની પ્રાપ્તિ થશે જ.”
મસ્ય–અવતાર
છે ભગવાન સદા મુક્ત, જગસ્વામી સનાતન છતાં તે જગ–શ્રેયાર્થે, અવતાર ધરે પણ. ૧
તેને લેપ નહી લાગે, નિલે પી વીતરાગને તેવી તે તેમની કક્ષા, કહી વૈદિક દષ્ટિએ. ૨ જૈન દષ્ટિ કહે સિદ્ધ થયા પછી ન જન્મ લે, જગત્ છ મહીં કિંતુ, ઉચ્ચ આત્મા અહીં બને. ૩