________________
૨૨૪
બ્રહ્માજી પાસેથી ભગવાનની પરમ કૃપા ઊતરે, તે અંગે જે વ્રત કરવાનું (જે પાત્રતને પ્રતાપે ખુદ પરમાત્મા જાતે કુખે અવતરી શકે તે) સૂચવ્યું. અને તે માટે ફાગણ સુદ એકમથી માંડીને સુદ તેરસ લગી બ્રહ્મચર્ય પાળવું અને ભૂમિશય્યા પર સુવું અને ત્રણેય વખત પવિત્ર રહેવું ! કુસંગ ન કરવો ! જૂઠું ન બોલવું ! ઝીણામાં ઝીણું દયા પાળવી ! તેરશને દિવસે વિધિ જાણવાવાળા બ્રાહ્મણને બોલાવી શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન વિષ્ણુને પંચામૃત સ્નાન કરાવવું! તે દિવસે મટી પૂજા કરાવવી અને દૂધ-ખીર બનાવી વિષ્ણુ ભગવાનને અર્પણ કરવી. ખરેખર તે અત્યંત એકાગ્ર ચિત્તથી તે ખીરથી ભગવાનનું પૂજન કરવું ઘટે અને પ્રસન્ન કર્યા પછી જ્ઞાની–આચાર્ય અને ગર બ્રાહ્મણોને વસ્ત્ર, આભૂષો અને ગાયો આદિ આપી સંતુષ્ટ કરવા જોઈએ. હે પ્રિયે ! આને પણ ભગવાનની આરાધના જ સમજે ! એ જ રીતે બીજા બ્રાહ્મણે તથા આવેલા મહેમાનોને પણ પોતાની શક્તિ પ્રમાણે જમાડવા જોઈએ અને દક્ષિણ પણ આપવી જોઈએ. તે જ રીતે કુદરતી રીતે આવેલાં બીજા તથા દીન-અસમર્થ એવાંઓને પણ દાન આપી સંતુષ્ટ કરવા જોઈએ. આ જ ખરેખર ભગવાનને પ્રસન્ન કરવાનો ઉપાય છે. પછી સગાંવહાલાંઓને ભોજન કરાવી પિતે પણ કરવું. મને બ્રહ્માજીએ આ “પયોવ્રત વિધિ કહી છે. દેવી ! તમે ભાગ્યશાળી છે, એટલે જરૂર તેમ કરી શકશે. સંયમમય એકાગ્રતા રાખી શકશો. આનું નામ “સર્વાયજ્ઞ” જ કહેવાય. તપ, યજ્ઞ અને વ્રત બધું જ આમાં આવી જાય છે. આ રીતે પ્રિયે! તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે.” પિતાના પતિદેવ કશ્યપના કહ્યા પ્રમાણે અદિતિએ ઘણી જ સાવધાની રાખીને આ વ્રત કર્યું. અને ખૂબ ભાવભક્તિથી પ્રાર્થના કરી તેથી ભગવાને પ્રકટ થઈને કહ્યું : “દેવતાઓની માતા અદિતિ ! તારી ઈચ્છા પૂર્ણ થશે અને હું કશ્યપઋષિના વીર્યમાં અંશરૂપે પ્રવેશ કરી તમેને માતા બનાવી હું તમારા પુત્રરૂપે અવેતરીશ. હવે કાનજી ! તમારે કશ્યપઋષિમાં પણ મને જ જે