________________
૨૨૩
શુદ્ધનું લક્ષ્ય રાખીને, માત્ર માનવ–દેહથી, કરવો યત્ન સંગાથે, શ્રદ્ધા દેવ-ગુરુમયી. ૩
રાજ પરીક્ષિત પૂછે છે : “ભગવન્! પિતે જ શ્રીહરિ તે બધાના સ્વામી છે, તો પછી એમણે રાજ બલિ પાસે દીન-હીન જેવા બનીને શા માટે ત્રણ ડગલાં પૃથ્વી માગી ? વળી તે મળી ગયા પછી પણ બલિને બાંધે શા માટે ? તો ભગવાનની યાચના અને બિનગુનેગારને ભગવાન બંધન કેમ આપે ? તે મારી મુખ્ય રાજા છે, તેનું આપ સમાધાન કરી આપે !” શુકદેવજી કહે છે : “ ક્ષિત !
જ્યારે ઈદે બલિ અસુરરાજ)ને હરાવી એની બધી સંપત્તિ હરી લીધી અને બલિને પ્રાણુરહિત કરી નાખ્યો ત્યારે સર્વે અસુરો પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે જઈ તેમને વિનવવા લાગ્યા, તો તેમણે સંજીવની વિઘાથા સૌ અસુરોને જીવતા કર્યા ! આથી ફરી ગુરુકૃપાને લીધે, ભૂગુકુળના બ્રાહ્મણ ગુરુઓની દયામય આશિષથી બલિરાજ સજજ થઈ ગયા. દાદા પ્રલાદજીએ કિંમતી માળા આપી, એટલે શક્તિશાળી બની ઇ દ્રપુરી જીતવા તે બધા અસુરે આવ્યા. આ વખતની અસરોની મહાશક્તિને જોઈ દેવ અને ઈંદ્ર કંપી ગયા. ઈદે પિતાના ગુર બૃહસ્પતિજીની સલાહ માગી ત્યારે બૃહસ્પતિ ગુરુએ કહ્યું : “ભૃગુકુલ બ્રાહ્મણના ચારે હાથ આજે અસુર ઉપર, તેમની ભક્તિને લીધે છે. વળી બલિના દાદા પ્રહ્લાદ ભક્તની પણ અસુરે ઉપર દયા ઊતરી છે. માટે આવા સમયે તમે દેવ-દેવાંગનાઓ સૌ અમરાપુરી છેડી
જ્યાં ત્યાં છુપાઈ જાઓ !” ગુરુનું કહેવું માની બધા દેવોએ તેમ જ કર્યું. દેવોની માતા અદિતિ આમ તે કશ્યપઋષિની ધર્મપત્ની હતી. એક વખત તપ પૂરું થયે અદિતિ પાસે કશ્યપનિ આવ્યા હતા. અદિતિએ કશ્યપમુનિ આગળ પિતાની આ બાઈક(દેવો) જે ભૂંડી દશા થઈ હતી, તે કહી તેમની દોરવણી માગી. કશ્યપજીએ સમય પારખીને પાયાની જ વાત કહી નાખી, મતલબ કે તેમણે કહ્યું :