________________
૨૨૨
નામે ઈદ્ર થશે. અને હારિત આદિ દેવ ગણ તથા તપોભૂતિ, તપસ્વી અગ્નીદ્રક આદિ સપ્તર્ષિ થશે. સત્યસહાની પત્ની સૂતાના ગર્ભથી સ્વધામાને રૂપે ભગવાનને અંશાવતાર થશે અને તે રૂપે જ તે ભગવાન, તે અવંતરનું પાલન કરશે. તેમાં મન થર પરમ જિ. દિ દેવસાવણિ. ચિત્રસેન, વિચિત્ર વગેરે તેમના પુત્ર થશે. સુકર્મ અને સુત્રામ વગેરે દેવગણ અને ઈદ્રનું નામ દિવતિ . તે વખતે નિર્મોક વગેરે સપ્તર્ષિએ થશે. દેવહેત્રની પત્ની બૃહતીના ગર્ભથી યોગેશ્વર ભગવાનનો અંશાવતાર થશે. અને તે ભગવાન દિવ
પતિને ઈદ્રપદ આપશે. ચૌદમા મનુ સાવર્સિ. ઉરુ આદિ તેમના પુત્રો. પવિત્ર આદિ દેવગણ. તે કાળે ઈંદ્રનું નામ શુચિ. અગ્નિ વગેરે સપ્તર્ષિએ થશે. ત્યારે સત્રાયણની પત્ની વતાનાની કૂખે બૃહદ્રભાનુના રૂપમાં ભગવાન અવતાર ગ્રહણ કરશે અને કર્મકાંડને વિસ્તાર કરો. પરીક્ષિત ! બા ચોદ મવંતરે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે કાળમાં ચાલુ રહે છે. તેમના દ્વારા સહસ્ત્ર ચતુગીવાળા કપના સમયની ગણના થાય છે. આ બધા મનુએ, મનુપુત્ર, સપ્તર્ષિઓ અને દેવેનું નિર્માણ કરનારા મળે તે ભગવાન પોતે જ છે. જે શ્રુતિઓથી ધર્મ ચાલે છે, તે નષ્ટ થતાં, તપ દ્વારા ફરી સપ્તષિઓ એ જન્માવે છે.
વામન–અવતાર
ભકત માતા પિતા જ્ઞાની અને ઋજુ તપસ્વીઓ; તે સ્થળે જન્મવા ઇચછે, ભગવતી વિભૂતિઓ. . સુર, અસુર હૈ કિંવ, મર્ય કે પ્રાણીઓ બધાં શુભાશુભ થકી યુક્ત, બહારે શુભ લાવવા. ૨