________________
૨૨૧
હતી. પણ પાછળથી એમણે એમને આખું ત્રિલોકપણું આપી દીધું. રાજ બલિને એક વાર તો બાંધેલું, પરંતુ પછી પાછા પ્રસન્ન થઈને એમણે સ્વર્ગમાં પણ શ્રેષ્ઠ એવા સુતલ લેકનું રાજ્ય આપી દીધું ! તેઓ આજે ત્યાં જ ઈંદ્રની જેમ જ વિરાજમાન છે ! આગળ જતાં તેઓ પોતે જ ઇંદ્ર થવાના અને પછી સમસ્ત ઐશ્વથી પરિપૂર્ણ એવા દ્રપદને પણ પરિત્યાગ કરીને પરમસિદ્ધિ પ્રાપ્ત કરશે ! ગાલવથી માંડીને અમારા પિતા વ્યાસ તે આઠમા મતરમાં સપ્તર્ષિ થશે. આ સમયે તેઓ બધા ગબળથી આશ્રમમાં વિરાજમાન છે! દેવગુહ્ય પત્ની–સરસ્વતીથી સાર્વભૌમ નામને ભગવાનને અવતાર થશે. તે જ પ્રભુ-પુરંદર ઈંદ્ર પાસેથી રાજય છીનવીને રાજા બલિને અપાવી દેશે ! વરુણના પુત્ર દક્ષસાવર્ણિ નવમા મનુ થશે. પાર, મરીચિગર્ભ આદિ ત્યારે દેવગણુ થશે. અદ્દભુત નામના તે દેના ઇંદ્ર થશે. ત્યારે ઘુતિમાન વગેરે સપ્તર્ષિ એ હશે. આયુષ્માનની પત્ની અંબુધારાના ગર્ભથી ઋષભ રૂપ ભગવાનને અવતાર થશે. અભુત નામને ઈંદ્ર ત્યારે હશે અને એ ભગવાનની આપેલી ત્રિલેકીને ઉપભેગ કરશે. દશમા મનુ તે ઉપલેકપુત્ર બ્રહ્મ સાવર્ણિ ! જેમનામાં બધા પ્રકારના સદ્દગુણ હશે ! ભુરિવેણુ વગેરે એમના પુત્ર હશે અને હવિષ્માન વગેરે સપ્તર્ષિઓ છે. સુવાસન, વિરુદ્ધ આદિ દેવતાગણ ત્યારે હશે અને શંભુ ના મને ઈદ્ર હશે ! વિશ્વસજની પત્ની વિચીના ગર્ભથી ભગવાન વિશ્વફસેનના રૂપમાં અંશાવતાર લઈને શંભુ નામના ઈંદ્ર સાથે મિત્રતા કરશે. અગિયારમાં મન થશે અત્યંત સંયમ એવા ધર્મ સાવર્ણિ. એમના સત્ય, ધર્મ આદિ દશ પુત્રો થશે અને વિહંગમ આદિ દેવગણ હશે, અરુણાદિ સપ્તર્ષિએ ત્યારે હશે અને આયકની પત્ની વિધુતાના ગર્ભથી ધર્મસેતુના રૂપમાં ભગવાનને અંશાવતાર થશે, અને એ જ રૂપે તેઓ ત્રિલેકીનું રક્ષણ કરશે. બારમા મનુ થશે નુકસાવર્ણ. તેમના દેવયાન, ઉપદેવ, દેવશ્રેષ્ઠ વગેરે પુત્રો થશે તે મવંતરમાં ઋતધામા