________________
૨૨૦
દેશ-કાળ નિહાળીને પ્રજા ને ધર્મ બેયનું; મનુપુત્ર તથા દો, રક્ષણ કરતા ઘણું. ૨ સંસાર આમ ચાલે, ત્યાં મુખ્ય ભારતી ભૂમિ;
આર્યતા વિકસી તેથી, તેનું મૂલ્ય મહારથી. ૩
શ્રી શુકદેવજી પરીક્ષિતને હવે આગલા સાત મવંતરે વિષે કહે છે: “પરીક્ષિતજી ! વિવરવાનપુત્ર શ્રાદ્ધદેવ પોતે જ સાતમા મનું છે. આ વર્તમાન મવંતર જ એમને કાર્યકાળ છે. એ વૈવસ્વત મનુના ઈવાકુ આદિ દશ પુત્રો હતા અને આદિત્ય, વસુ વગેરે દેવતાએ એ વિસ્વતના પ્રવાન ગણે હતા. પુરંદર એ એમને ઈન્દ્ર છે. કશ્યપ અાદિ સપ્તઋષિઓ છે, આ મવંતરમાં કશ્યપપત્ની અદિતિની કુખે આદિત્યના નાના ભાઈ તરીકે વામનરૂપે જ ભગવાન વિષ્ણુએ અવતાર લીધો હતો ! હવે આગળ આવવાવાળા સાત મવંતરેનું વર્ણન કરું છું. એ તે મેં તમને પહેલાં (ભાગવતના છઠ્ઠી રકંધમાં) બતાવ્યું છે જ, કે ભગવાન સૂર્યને બે પત્નો હતી. એકનું નામ હતુંઃ (૧) સંજ્ઞા અને બીજીનું નામ (૨) છાયા. તે બંનેય વિશ્વકર્માની પુત્રો હતી. કોઈ ત્રીજી “વડવા' પણ હતી. (પણ મને પિતાને સંજ્ઞાનું જ નામ કદાચ બીજું પણું પાડયું હોય એમ લાગે છે !) તે પૈકી પેલી સંજ્ઞાથી ત્રણ સંતાને થયાં : (૧) યમ, (૨) યમી અને (૩) શ્રાદ્ધદેવ અને બીજી સંજ્ઞાથી ત્રણ સંતાનો થયાં (૧) સાવર્ણિ, (૨) શનૈશ્ચર અને (૩) તપતી નામની કન્યા કે જે સંવરણની પતની થઈ. જયારે સંજ્ઞાઓ વડવાનું રૂપ ધારણ કરી લીધું ત્યારે તેણુથી બે અશ્વિનીકુમાર થયા ! આઠમા મન્વતરમાં સાવર્ણિમતુ થશે અને તેના પુત્રો થશેઃ (૧) નિર્મોક, (૨) વિરજક આદિ. પરીક્ષિત ! ત્યારે સુતા, વિરજ અને અમૃતપ્રભ નામે દેવગણ હશે. એ દેવતાઓને ઈંદ્ર થશે; વિરોચનપુત્ર બલિ ! વિષ્ણુ ભગવ.ને વામનાવતાર લઈને એ બલિ પાસેથી ત્રણ પગ ધરતી માગી