________________
૨૧૩
પાસે દોડી ગયા. કામમોહિત થઈને પૂછવા લાગ્યા : “અરે કમલનયની! તું કેણ છે? ક્યાંથી આવી રહી છે ? અને શું કરવા ઈચ્છે છે? સુંદરી ! તું કાની પુત્રી છે? તને જોઈ અમારું સૌનું મન વ્યાકુળ થઈ ગયું છેઅમારા સૌના મનમાં એક પ્રકારને ખળભળાટ મચી ગયો છે! ખરેખર વિધાતાએ જ દયા કરીને અહીં અમારી પાસે તને મેકલી છે ! અહા માનિની ! એમ તો અમે લેકે એક જ જાતિના છીએ, છતાં પણ તને એકને જ ચાહીએ છીએ, માટે અમારામાં અંદર અંદર જટિલ ગાંઠ પડી ગઈ છે ! એ સુંદરી !. તું જ અમારો ઝઘડો મટાડી દે ! અમે બધા કશ્યપજીના પુત્ર હોઈ તે રીતે સગા ભાઈઓ છીએ. અમે લોકેએ અમૃત મેળવવા માટે ઘણું પ્રયત્ન કર્યો છે ! તું જ ન્યાય તોળી નિષ્પક્ષભાવે અમને વહેચી આપ ! જેથી પછી અમારામાં માંહોમાંહે કઈ પ્રકારને ઝઘડે જ ન થાય !” જ્યારે બધા દૈત્યોએ આ પ્રકારની એક સાથે અને એક સામટી પ્રાર્થના કરી ત્યારે તીરછી નજરે હસીને મહિનરૂપ ભગવાન ને કહ્યું : “આપ લે કે તે બધા ઋષિ કશ્યપજીના પુત્રો છે, જયારે હું તો કુલટા છું. મારા જેવી કુલટા નારી ઉપર આપ જેવા કે ન્યાયભાર કાં નાખે છે ? વિવેકી પુરુષ છાચારિણે સ્ત્રીઓને કદી વિશ્વાસ જ નથી કરતા ! હે દૈત્યો ! કૂતરાં અને વ્યભિચારિણે સ્ત્રીઓની મિત્રતા કદી કાયમી નથી બની શકતી ! એ તે નવા નવા શિકાર શોધ્યા કરે છે પરંતુ આવા કથનથી તે તેઓ બધા ઊલટા વધુ મોહાઈ ગયા ! લાગ જોઈ મેહિની રૂપધારી સ્ત્રીરૂપે ભગવાન બેયાઃ “હું જે કઈ રીતે આ અમૃત વહેંચી દઉં, એમાં તમે સૌ સંમત છો ?' બધાએ કશો જ હિચકિચાટ કર્યા વગર એ વાત કબૂલ કરી લીધી. ત્યાર બાદ એક દિવસનો ઉપવાસ કરી બધાએ સ્નાન કર્યું. અગ્નિહવન કર્યો. ગે, બ્રાહ્મણ અને પ્રાણીઓને ઘાસચારો અને અન્નવસ્ત્ર વગેરેનું દાન કર્યું તથા બ્રાહ્મણે દ્વારા સ્વર્યયન કરાવાયું, બધાં જ કપડાં પહેરી કુશાસન