________________
હિની-લીલા સૌની ક્રિયા છે સરખી જણાય, તે ભાવભેદે ફતભેદ પામે; સત્ય પ્રભુનિષ્ઠ કરે ગમે તે, તે તેય મુક્તિ-પદ મેળવે છે. ૧
મૂઢ સ્વાથી ડરે સૌથી, લાલચે ઢળી જતો કષ્ટ લાલચમાં ય, માટે પ્રભુ આશરો. ૨
શ્રી શુકદેવજી પરીક્ષિત સજાને કહે છે: “બસ; જેવી દૈત્યમાં અંદરોઅંદરની હુંસાતુંસી થવા લાગી કે તે જ પળે ચતુર શિરોમણિ ખુદ ભગવાનને જાતે જ અત્યંત અદૂભુત અને અવર્ણનીય રૂપ ધારણ કરી લીધું. શરીરને રંગ લીલા કમળ જેવો અને જાણે જોયા જ કરવાનું મન થઈ જાય તેવો. એકેએક અંગપ્રત્યંગ આકર્ષક હતાં. બને કાન અતિ સુંદર અને કર્ણિકા–કૂલથી સુશોભિત હતા. સુંદર ગાલ, ઊંચી નાસિકા અને રમણીય મુખારવિંદ, નવી જુવાનને કારણે સ્તન બરાબર ઉભરાયેલાં અને કનક કળશ જેવાં મનહર હતાં અને સ્તનના ભારથી કમર પાતળી થયેલી જણાતી હતી. મુખમાંથી નીકળતી સુગંધને લીધે ગણગણતા ભમર તૂટી પડતા જણાતા હતા ! પિતાના લાંબા લાંબા કેશપાશમાં એ રૂપ–સુંદર નારીએ ખીલેલાં વેલ પુપની માળા ગુંથીને રાખેલી હતી. સંદર ગળામાં કંઠાભૂષણ અને સુંદર ભુજાઓમાં બાજુબંધ સુશોભી રહેલાં હતાં. સ્વચ્છ અને વેત વસ્ત્રો પહેરી તે મહાન નારી ઊભી રહી હતી. કેડમાં કરધની તથા સુંદર અને ચંચળ ચરણોમાં ઝાંઝર રૂમઝૂમ રૂમઝૂમ કરી રહ્યાં હતાં. લજજાળું સિમત, નાચતી એવી તીરછી ભમરો અને વિલાસભરી આંખે સાથે મહિનરૂપધારી ભગવાન
ત્ય સેનાપતિઓના ચિત્તમાં વારંવાર કામોદ્દીપન કરવા લાગી ગયા ! દૈલ્ય બોલી ઊઠયા : “અહે ! કેવી સુંદરી છે!' તરત તે બધા તેમને