________________
લક્ષ્મી અને ધવંતરિ–પ્રાગટ્ય છીનવે પશુતાવાળા, હૈયે જે દેવભાગ તે જામે પરસ્પર કલેશ, ને છીનવ્યું સરી જશે. ૧ બૂરા ભલા તો નિચે, બદલે શીધ્ર સાંપડે, માટે પ્રભુ તણું નામ, યાદ રાખો પળે પળે. ૨
શુકદેવજી કહે છે: “પરીક્ષિત રાજન ! આ રીતે સમુદ્રમાંથી નીકળેલા ઝેરને ભગવાન શંકરજીએ પી લીધું. કામધેનુને બ્રહ્મવાદી ઋષિઓએ લઈ લીધી. ત્યાર પછી ઉઝવા નામને ઘેડ (કે જે) ચંદ્રમાના જેવો શ્વેત વર્ણનો નીકળે તે અસુરરાજ બલિએ લીધે. ત્યાર પછી મોટા ચાર દાંતવાળો ઐરાવત હાથી નીકળ્યો. ત્યાર બાદ કૌસ્તુભ નામને પદ્મરાગ મણિ સમુદ્રમાંથી નીકળ્યા. મણિ અજિત ભગવાને લઈ લીધો ત્યાર બાદ સ્વર્ગની શોભા વધારનારું કલ્પવૃક્ષ એ સમુદ્રમંથનમાંથી નીકળ્યું, જે મન:કામના પૂરનારું હતું. ત્યાર બાદ આભૂષણેથી ઓપતી એવી અપ્સરાઓ નીકળી, તે દેવોએ વિલાસ માટે રાખી લીધી. ત્યાર બાદ શોભામૂતિ ખુદ લક્ષ્મીજી પ્રગટ થયાં. જાણે આખુંય જગત એની સેવામાં તત્પર થઈ ઊઠયું. કારણ કે એ તો ખુદ ભગવાનની જ નિત્ય શક્તિ છે ને ! તે હાથમાં માળા લઈ ‘વરને પસંદ કરવા આમતેમ ઘૂમી. પરંતુ પોતાને ગ્ય “વર” અહીં લક્ષમીજીને મળે જ નહીં. લક્ષમીજીને મનેમન લાગ્યું “દુર્વાસા આદિ તપસ્વી છે. પણ ક્રોધ પર એમણે વિજય મેળવ્યો નથી ! બહસ્પતિમાં જ્ઞાન છે. પણ પૂરી અનાસક્તિ નથી ! બ્રહ્મા વગેરે આમ પ્રભાવશાળી તો છે જ, પણ કામ પર હજુ વિજય મેળવ્યો નથી. ઇક આદિમાં ઐશ્વર્ય તે ખૂબ છે. પણ જ્યારે બીજાને આશરો એમને વારંવાર લેવો પડતો હોય છે, તો એ અશ્વર્ય શા કામનું ?
પ્રા. ૧૪