________________
૨૦૮
કારવ્યું ધૂળમાં મળી જાય ! દેવો અને અસુરે જેવા નિરાશ થયા કે તરત અજિત ભગવાને કાચબાનું રૂપ ધારણ કરી સમુદ્રજળમાં પેસી પિતાની પીઠ ઉપર મંદરાચળ પર્વતને ઉપાડી લીધે. ભગવાન પોતે તે સત્યસંકલ્પ છે. અને ભગવાનની શક્તિ પણ અનંત છે. તેમને માટે આ સામાન્ય બાબત ગણાય ! પછી ભગવાને બધામાં બળ સિંગ્યું. નાગરાજ વાસુકિને જમ્બર શ્વાસોચ્છુવાસથી દેવો-અસુરે પાછા નિસ્તેજ થયા કે તરત તે જ વખતે ભગવાનની પ્રેરણાથી દેવતાઓ ઉપર વાદળાની વર્ષા થઈ અને વાયુમાં શીતળતા અને સુગંધને સંચાર થયો. કઠિન પરિશ્રમે પણ અમૃત હજુ ન નીકળ્યું, ત્યારે ભગવાને જાતે સમુદ્રમંથન કરવા માંડયું કે તરત હાલાહાલ નામનું ઉગ્ર વિષ સમુદ્રમંથનમાંથી નીકળ્યું અને ઊડવા લાગ્યું, તેથી પ્રજા માત્ર શિવશરણે ગઈ. સદાશિવ તે પાર્વતીજી સાથે ત્યારે કેલાસ પર હતા, ત્યાં પ્રજ અને પ્રજાપતિએ તેમની હૃદયથી પ્રાર્થના કરી. તેઓ તે હંમેશાં પરમ દયાળુ જ છે ! સતીજીને સમજાવી દીધાં. સતી પોતાના પતિ ભગવાનને પ્રભાવ જાણતાં જ હતાં ! એટલે ખુશીથી સંમત થયાં. એમણે એ કાલકૂટ વિષને પીવા હથેળી ફેલાવી અને એ હળાહળ ઝેર ગટગટાવી ગયા, જીરવી ગયા. આથી જ શંકર પિતે નીલકંઠ કહેવાય છે. જે દૂષણરૂપ હતું, તે જ હવે ભૂષણરૂપ બની ગયું. મહાનની ખૂબી જ મહાન હોય છે ! આથી દેવો અને અસુર ખુશખુશ થઈ ગયા. પછી કામધેનુ નીકળ, તે બ્રહ્મવાદી મહર્ષિ મુનિઓએ રાખી લીધી. ઉચ્ચ શ્રવા નામને ઘેડ નીકળે, જે લેવાને બલિરાજને લેભ થયો. ભગવાને પ્રથમથી કડી રાખેલું, તેથી જે તે લેભ જ કર્યો ! પછી અરાવત નામને ચાર દાંતવાળ મનોહર હાથી નીકળે. એમ એક પછી એક હવે સુંદર ચીજે સમુદ્રમંથનમાંથી નીકળવા લાગી ગઈ હતી.”