________________
સમુદ્રમંથનનો ઉદ્યમ કરવો શરૂ કર્યો. ત્યારબાદ મંદરાચળ પર્વતને ઉખેડી તો નાખ્યો પણ ધાર્યા કરતાં આ કામ ઘણું કઠણ નીવડ્યું. જેમ તેમ કરી બન્નેના સંયુકત બળને લીધે સમુદ્રકાંઠા લગી તે લઈ ગયા. પણ સમુદ્રની અંદર જ્યાં લગી મંદરાચળ મૂકે નહીં ત્યાં લગી સમુદ્રમંથન થાય શી રીતે ? મળે તે બંનેય વર્ગને પિતપોતાની બહાદુરીનું ઘમંડ હતું. એ ઘમંડને લીધે જ પર્વત બન્નેના હાથમાંથી છટકા હતે. છટકતાં તેણે કેટલાય દેવોને તથા અસુરોને સારી પેઠે ખાખરા કરી નાખ્યા. એ બધાને ઉત્સાહ ભાંગી ગયું કે તરત ભગવાન ગરુડ પર બેસી ત્યાં આવી પહોંચ્યા અને ભગવાનને જોતાં જ સૌને ઉત્સાહ પાછા પૂર્વવત્ થઈ ગયો. ભગવાનની અમૃતમયી દૃષ્ટિ પડી તે પહેલાં જ “ધમંડ” સરી પડયું. ભગવાને રમતાં રમતાં ગરુડ પર પર્વત મૂકી દીધું અને પોતે સવાર થઈ તે પર્વત પર બેસી સમુદ્રતટની યાત્રા કરી. પછી ગરુડજીને વિદાય કરી ભગવાન એકલા ત્યાં રહી ગયા. નાગરાજ વાસુકિ નાગને, દેવ અને અસરએ અમૃતમાં તેમને પણ ભાગ રહેશે એમ કહીને, આ કામમાં એમને સાથ લીધેલ. બસ, હવે એને દોરડાં માફક વીંટીને ઘણું પ્રેમ અને આનંદ સાથે અમૃત માટે સમુદ્રને મથવો શરૂ કર્યો. એ સમયે પહેલે પહેલ અજિત ભગવાન વાસુકિ નાગના મુખની બાજુમાં મંથન માટે લાગી ગયા. તે જોઈ દેવે પણ ત્યાં જ આવીને એકાગ્ર થઈ ગયા, પરંતુ ભગવાનની આ ચેષ્ટા દૈત્ય સેનાપતિઓને પસંદ ન પડી. તેઓએ કહ્યું: “પૂછડું તે નાગનું અશુભ અંગ ગણાય ! અમે ક્યાં કમ છીએ તે પૂછડું પકડીએ ?' એમ કહીને જેવા એક બાજુ ઉભા રહી ગયા કે તરત મર્માળુ રિમત કરીને ખુદ ભગવાને દેવતાઓની સાથોસાથ નાગનું પૂછડું પકડી લીધું. બસ આ રીતે સૌ સમુદ્રમંથનમાં અને અમૃતની શોધમાં પિતપતાનું સ્થાન સંભાળી લઈ લાગી ગયા. પરંતુ દુર્ભાગ્યવશ પર્વતને પકડી રાખવા છતાં તે ડૂબવા લાગે. જો સમુદ્રમાં પર્વત ડૂબી જાય તે બધું જ કર્યું –