________________
૨૦૫ શક્તિહીન બની ગયા છે, ત્યારે તેની સ્થિતિ ઘણુ વિકટ અને સંકટગ્રસ્ત થઈ ગઈ છે. અને એનાથી સામે અસુરે બેટી રીતે ફૂલી ફાલી રહ્યા છે. ત્યારે બ્રહ્માજીએ એકાગ્ર મને પ્રભુને સંભાર્યા. પછી થોડી જ વારમાં ભગવમય બ્રહ્માજીએ પ્રફૂલિત મુખે દેવતાઓને કહ્યું : “દેવતાઓ! હું, શંકરજી, તમે બધા તથા અસુર દૈત્ય, મનુષ્ય, પશુ-પંખી, વૃક્ષ અને સ્વેદજ આદિ સમસ્ત પ્રાણુ કે જેઓ ભગવાનના વિરાટમાંથી એક અત્યંત સ્વલ્પતિસ્વલ્પ અંશરૂપે રચાયેલ છે. સૌ મળીને ભગવાનનું જ આપણે શરણ સ્વીકારીએ ! જે કે ભગવાનની વિશાળ દષ્ટિમાં તે નથી કેઈ વધપાત્ર કે નથી તે કઈ અનાદરપાત્ર ! તે પણ પ્રલયને સમયે તેઓ રજોગુણ, સત્વગુણુ અને તમોગુણને સ્વીકાર કર્યા કરે છે. એ ભગવાને આ વખતે પ્રાણી માત્રના કરણને માટે સર્વગુણ સ્વીકારેલ છે. માટે જ આ જગતની સ્થિતિ અને રક્ષાને પવિત્ર અવસર છે. માટે આપણે બધા તે જ જગદ્ગુરુ-પરમાત્માનું શરણ સ્વીકારીએ. તે ભગવાન દેવના પ્રિય છે તેમ દેવો પણ ભગવાનને વહાલા છે જ. એટલે આપણે તેઓ જરૂર કલ્યાણ કરશે જ. શુકદેવજી કહે છેઃ “એમ દેવોને તૈયાર કરી બ્રહ્માજી તે બધાંને સાથે લઈ ભગવાન અજિતજી પાસે વૈકુંઠ ધામે આવ્યા કે જે ધામ તમોમય પ્રકૃતિથી હંમેશાં દૂર છે ! પણ કંઈ દેખાયું નહીં, તેથી બ્રહ્માજીએ એકાઝમને વેદવાણ દ્વારા ભગવાનની સ્તુતિ કરી પ્રસન્ન થવા વિનંતિ કરી.” આ પછી શુકદેવજીએ કહ્યું : “બસ એ જ વખતે ભગવાન ખુદ પ્રગટ થઈ ગયા. સૌએ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ભગવાનને કહ્યું : વાસુકિ નાગનું રાંઢવું અને મંદરાચલ પર્વતને રવે કરી ક્ષીરસાગરને ધીરજ અને ક્રોધિત થયા વિના મથવા લાગે, લોભ ન કરશે. અને કશું ખાસ નહીં મળે, અમૃત તે તમોને જ મળશે.” આ સાંભળી બ્રહ્મા, શંકર અને દેવે વગેરે સૌ ખુશી ખુશી થતાં રવાના થયા. ભગવાન તે તે પહેલાં જ અંતર્ધાન થઈ ચૂક્યા હતા.”