________________
૨૦૪
ચક્ષુના ચાક્ષુષ પુત્ર નામે હતા. એમના પૂર, પુરુષ, સુથુન વગેરે કેટલાય પુત્રો હતા. તે કાળે ઈંદ્રનું નામ હતું મંત્રમ અને પ્રધાન દેવગણ આય આદિ હતા. તે મન્વતરમાં હવિષ્યમાન અને વીરક આદિ સપ્તર્ષિએ હતા. જગત્પતિ ભગવાને એ વખતે પણ વૈરાજની પત્ની સંભૂતિના ગર્ભથી અજિત નામના અંશાવતાર પ્રગટ કરેલ કે જે અવતારે સમુદ્રમંથન કરી દેવા માટે અમૃત કાઢેલું! અને ભગવાન પોતે પણ કાચબાનું રૂપ ધારણ કરી મંદરાચલના રવૈયાના આધાર રૂપ બન્યા હતા. હવે પરીક્ષિતથી ન રહેવાયું અને તેઓ બોલ્યા : “ભગવાને ખદે ક્ષીરસમુદ્રનું મંથન શી રીતે કર્યું અને કયા કારણે અથવા કયા ઉદ્દેશથી પિતાની પીઠ પર મંદરાચલ(પર્વત)ને ધારણ કર્યો? તે વખતે દેવતાઓને અમૃત શી રીતે મળી શકયું ? અમૃત સિવાય પણ બીજી કઈ વસ્તુઓ તેમાંથી નીકળી ? ભગવાનની આ લીલા ખૂબ અભુત છે. આપ કૃપા કરીને સંભળાવે ?' હવે સૂતજી બેયા : “શૌનકાદિ ઋષિએ ! બ્રહ્મચારી શુકદેવજીએ પ્રથમ તે આ પ્રશ્ન કરવા બદલ પરીક્ષિત રાજાનું અભિનંદન કર્યું અને પછી તેઓ શાંત, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે બોલવા લાગી ગયા. શુકદેવજી બોલ્યા : “પરીક્ષિતજી આ તે વખતની વાત છે કે જ્યારે અસુર જૂએ પોતાના તીક્ષણ હથિયારોથી દેવતાઓને હરાવી નાખ્યા હતા ! અનેક જણાએ તો ત્યાં મૃત્યુ પણ નેતરી લીધાં હતાં ! કારણ તે જમાનામાં દુર્વાસા ઋષિના અભિશાપને લીધે આખાં ત્રણે જગત અને ખુદ દેવોને ઈદ્ર પણ શ્રીહીન થઈ ગયેલ. ત્યાં લગી કે યજ્ઞયાગાદિ ધર્મકર્મોને જ લેપ થયેલો ! આ બધી દુર્દશા જોઈ ઈક, વરુણ આદિ દેવોએ આપસમાં ખૂબ જ વિચાર્યું પણ તેઓ કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી ન શકયા ! તેથી બધા જ દેવો સીધા સુમેરુના શિખર પર બેઠેલા બ્રહ્માજીની સભામાં પહોંચી ગયા. અને ઘણી નમ્રતાથી આ બધું તેમને કહી સંભળાવ્યું. ખુદ બ્રહ્માજીને પણ લાગ્યું કે જ્યારે અત્યારે ઈંદ્ર, વાયુ આદિ સમર્થ દેવતાઓ પણ