________________
સમુદ્ર-મંથન
દુશ્મને ભીતરે બેઠા, કામક્રોધાદિ સર્વ તે;
એક બાજુ હણે તેને, આત્મપ્રકાશ લાધશે. ૧ કિંતુ પછી સમાજે જે, અન્યાય ને અનિષ્ટ તે, ટાળવા કાજ આત્માથ, મથે છે, સર્વથા જગે. ૨ તે જ સર્વાગી-આત્માની, પ્રાપ્તિપૂર્ણતયા થશે; બહિરાત્મા મટી જીવ શિવ સિદ્ધત્વ પામશે. ૩
શુકદેવજી બોલ્યા: “પરીક્ષિત રાજન મેં તમને ગોંમેક્ષની જેમ એક ઉત્તમ વાત કહી દીધી, તેમ હવે રૈવત મવંતરની વાત કહું છું. સાંભળે. પાંચમા “મનુનું નામ જ રૈવત હતું, તે ચેથા મનુ તામસના સગા ભાઈ જ હતા. એ પાંચમા મનુને અર્જુન, બલિ, વિધ્ય વગેરે કેટલાય પુત્રો હતા. તે મવંતરમાં ઈંદ્રનું નામ હતું વિભુ, અને તે કાળે ભૂતરય આદિ દેવોનાં પ્રધાન જૂથ હતાં ! ઉપરાંત હિરણ્યોમા, વેદશિરા, ઊર્વબાહુ વગેરે સપ્તર્ષિઓ હતા, તે પૈકીના એક શુભ્ર ઋષિનાં પત્નીનું નામ વિકુષ્ઠ હતું. એમના ગર્ભમાં અંશાવતાર તરીકે ખુદ ભગવાને વૈકુંઠ નામને અવતાર ધારણ કર્યો. અને એમણે જ લમીદેવીની પ્રાર્થનાથી એમને પ્રસન્ન કરવા વૈકુંઠધામની રચના કરેલી. વૈકુંઠલોક દુનિયામાંના બધાં ધામા કરતાં શ્રેષ્ઠ લેખાય છે. તે વૈકુંઠના કલ્યાણમય ગુણ અને પ્રભાવનું વર્ણન આમ તે હું ટૂંકમાં ત્રીજા સકંધમાં કરી ચૂક્યો છું. વળી વિસ્તારથી એ કહેવું પણ સહેલું નથી જ. ઉપરાંત ભગવાન વિષ્ણુના સંપૂર્ણ ગુણેનું વર્ણન તો કઈ કરી જ નથી શકતા.' એમ કરવું એ તો પૃથ્વીના પરમાણુની ગણતરી કરવા જેવી જ વાત ગણાય. છઠ્ઠા “મનું