________________
મન્વતરોનું વર્ણન રાજા પરીક્ષિતે હવે પૂછયું : “ગુરુદેવ ! શુકદેવજી ! આપે સ્વાયંભુવ મનુના વંશનું વિસ્તારથી વર્ણન કર્યું . એ જ વંશમાં એમની કન્યાઓ દ્વારા મરીચિ વગેરે પ્રજાપતિઓએ પિતાની વંશપરંપરા બરાબર ચલાવેલી. હવે આપ કૃપા કરી બીજા મનુઓનું વર્ણન કહી સંભળા! ભગવાનને મહિમા અનંત છે, જે જે મન્વતરમા જન્મ ધારણ કરી ભગવાને વિવિધ લીલાઓ કરી છે, અને મોટા મેટા મહાપુરુષોએ જેમનું વર્ણન કર્યું છે, તે મને આપ જરૂર સંભળાવો. અમે વિશાળ અને ભેટી શ્રદ્ધાથી એ વર્ણન સાંભળવા ઈચ્છીએ છીએ. ગયા મવંતરમાં ભગવાને જે લીલાઓ કરી, વર્તમાનમાં જે કરી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ જે કરશે તે બધું આપ અમને સંભલાવવા કૃપા કર !” શુકદેવે કહ્યું: “પરીક્ષિતજી! સ્વાયંભુવ મનુની પુત્રી આકૃતિમાં યજ્ઞપુરુષના રૂપે ધર્મને ઉપદેશ કરવા માટે તથા દેવહૂતિમાં કપિલ ભગવાનરૂપે જ્ઞાનનો ઉપદેશ કરવા પુત્ર તરીકે ભગવાને જન્મ ધારણ કર્યો હતો. તેમાં મેં કપિલનું વર્ણન તે આ અગાઉ જ ત્રીજ કધમાં કરી દીધેલું, હવે યજ્ઞપુરૂષની વાત કરું છું. પરીક્ષિતજી ! ! સ્વાયંભુવ મનુ સમસ્ત કામનાઓ અને ભોળેને ત્યાગ કરી ઘર છોડીને શ્રીમતી શતરૂપા સાથે ચાલી નીક
ન્યા હતા અને સુનંદા નદીના તટ પર એક પગે પૃથ્વી પર ઊભા રહી વર્ષો લગી એમણે ઘોર તપ કર્યું. તે વખતે તેઓ ભગવાનની
સ્તુતિ કરતાં કહેતા હતાઃ “જગત જેમને જાણતું નથી, પણ જેઓ જગતને બરાબર જાણે છે, તે જ પરમાત્મા છે. જે વિશ્વના પ્રાણી માત્રમાં સભર ભરેલા છે. માટે સંસારના સર્વ જચેતન પદાર્થો પરનો મોહ છોડવો જોઈએ અને માત્ર ઉપગ પૂરતે જ જડચેતનના સંબંધને ઉપયોગ કરવો જોઈએ. તૃષ્ણાને સરથા જ્યાગ કરવો ઘટે. પ્રભુની સત્તાથી જ વિશ્વની વસ્તી છે. તે અનંત