________________
૧૯૫
તે માટે માહ સંબંધ છેડી કતવ્ય આચરે; લેહીં સગાં જને સાથે, તે મુમુક્ષુ થાય છે. ૨ પ્રભુ શ્રદ્ધા કરી પુષ્ટ, સત્સંગ ને ગુરુકૃપા, સાધી લેતાં થશે ક્ષણ, ક્રોધાદિ દુશમને બધા... ૩
નારદબાષિજી ધર્મરાજ યુધિષ્ઠિરને ઉદ્દેશીને આગળ કહે છે : જેમ ખેતી, વેપાર એ બધાં શરીરરક્ષાનાં સાધને ખરાં પણ તેને પરિણામે ભગવાનની પ્રાપ્તિ મોટાભાગના માણસને થતી નથી. તેને માટે બીજી ક્રિયાઓ અને એકાગ્રતા સાધી લેવી પડે છે. તેવું જ ધર્મને એઠે તપ–ત્યાગ કે ધ્યાનાદિ કરે પરંતુ જે ક્રોધ, કામ, મદ, મેહ, લોભ અને મત્સર અથવા પાંચ ઈદ્રિયો અને મન વશ ન થાય, તે તે તપત્યાગનો કોઈ અર્થ નથી !! ખરી રીતે તો ભલે અમુક સમય માટે પણ કુટુંબ કબીલાથી (લોહીના સંબંધીઓની મમતાથી) દૂર થઈ આસન સિદ્ધ કરી મનને કારમાં એકાગ્ર કરવાની જરૂર રહે છે ! મનને સંકલ્પથી મુક્ત બનાવી સ્વસ્થ પ્રસન્ન રાખવાની કળા માટે પ્રાણાયામને પણ ઉપયોગ કરવો જરૂરી છે. છેવટે તો Gડા મનને શેાધી હદય સાથે સુમેળ સાધી ચેતનામાં પરાવવા પ્રયત્ન કર જોઈએ. જેથી ચિત્ત શાંત થાય અને કામવાસનાની ચેટ આત્માને પાડી ન શકે ! જે ચિત્ત પ્રસન્ન, સ્વસ્થ અને શાંત રહે તે બ્રહ્માનંદને સ્પર્શ, તેવા ચિત્તને જરૂર થઈ જાય છે. આ રીતે
ધાદિ ઉપર કાબૂ ન મેળવાય તે સંન્યાસ લીધા પછી પણ કામાદિ વાસનાના આવેગે ગૃહસ્થાશ્રમ ભણું દોરી જાય છે. વમેલા ભોગે પાછા ભોગવવાને ચાળે એવા લેકે ચડી જાય છે. શરીરને જ આત્મા માની આવા લેકે ચારેય આશ્રમોને બગાડી મૂકે છે. ઢાંગી બની જવા પામે છે. આવા પતિતોનો સંગ ન કરો કે તેમને પ્રતિષ્ઠા પણ ન આપવી. ઊલટ તેવા ઢોંગીઓના ઢગો તો સમાજમાં