________________
૧૯૪ ધર્મમાં બાધા પડવાથી તે વિધમ બને છે !) પ્રાણુતે પણ પોતાનું કર્તવ્ય(રૂપ સ્વધર્મ પ્રયાણુ) ચૂકવું ન જોઈએ. દંભ કે છળ પણ ધર્મને નામે ન થવું જોઈએ. વર્ણાશ્રમનું મૌલિકત્વ જાળવી ધર્મને પણ યુગાનુકૂળ બનાવી દેવો જોઈએ. એ જ સાચું સ્વધર્મ પાલન ગણાય. ધન અને ધર્મને મેળ ભાગ્યે જ મળે છે, માટે ધનલાભ તન છોડી ધર્મને દરેક કાર્યમાં મુખ્ય ગણુને ચાલવાથી જ ધર્મ પળી શકે. કોઈ વાર એને માટે પ્રાણ પણ જતા કરવા પડે તે તૈયારી રાખવી જોઈએ. સંતેલી જન હંમેશાં સુખી રહી શકે છે. માટે ઇંદ્રિયોની
લુપતાને વશ ન થવું. વ્યક્તિનાં અને સમાજનાં પણ તેજ, વિદ્યા, તપ અને યશ તો બચી શકે ! વિવેકની ધર્મમાં ડગલે ને પગલે જરૂર પડે છે. વિદ્યા, તપ અને બીજું બધું ય, સંતોષ ન હોય અને ધન
લુપતા કે યશલોલુપતા હેય તો નકામું છે. તમોગુણ અને રજોગુણને સવગુણથી તથા સત્ત્વગુણને પણ ઉપરથિી વશ કરી લેવો. જોઈએ. આ બધા માટે ઈશ્વરનિષ્ઠાની સાથોસાથ ગુરુભક્તિ પણ જરૂરી છે. છેવટે તે ગુરુભક્તિ જ બધા દોષથી ઉગારી શકે છે. ગુરુદેવને તે સાક્ષાત પરમાત્મસ્વરૂપ એળખવા જોઈએ. જે દુર્બદ્ધિ પુરુષ ગુરુદેવને સામાન્ય મનુષ્ય ગણે અવિનયથી વતે છે, તેને માટે શાસ્ત્રશ્રવણ અને મહાન ક્રિયાઓ પણ વ્યર્થ બની જાય છે. ખરી રીતે તે ધર્મરાજ ! ગુરુદેવ જ મેક્ષમાર્ગ માટે ભોમિયારૂપ છે. કારણ કે તેઓ નિઃસ્પૃહી, સકલ છ પ્રત્યે આત્મીયતાવાળા અને (અનાયાસે) ઉપકારક બની જતા હોય છે.”
સંન્યાસીને આત્મધમ
કામક્રોધાદિ છે શત્ર, આત્માના મુખ્ય તે ખરા; અંકશે તેમને રાખી, અંતે ક્ષીણ કર ભલા. ૧