________________
ગૃહસ્થને સ્વધર્મ ગૃહસ્થ નિત્ય કર્તવ્યો, ધર્મલક્ષ્ય બનાવવાં; આત્મજ્ઞાન તણી વાતે, અન્યથા છે નિરર્થકા. ૧ દવે ને પિતૃઓ સાથે, પાયાના સમાજસેવકે; તથા સમાજ પ્રત્યેય, દાનપ્રવાહ વાળ. ૩ કેમ કે વ્યક્તિથી શોભે, જેમ સમાજ સર્વદા; તેમ સમાજથી વ્યક્તિ, શેલે આબાદ સર્વથા. ૩
મેષ ધર્મની વાતોને યુધિષ્ઠિર રાજવી પાસે આગળ લંબાવતાં મુનિશ્રી નારદજીએ કહ્યું : “ગૃહસ્થ પુરુષે જેમ આત્મજ્ઞાન માટે મથવાનું છે, તેમ પિતાનાં ગૃહસ્થ કર્તવ્ય પણ બરાબર બજાવવાનાં છે. નહીં તો આત્મજ્ઞાન માટે પ્રયત્ન પણ બેટી દિશામાં જવાને અથવા અધૂરા રહેવાને પૂરતો ભય છે. દેવોને અન્ન સમપવામાં કે પિતૃઓને (શ્રાદ્ધદિન નિમિત્તે) અન્ન આપવામાં પણ સમાજસેવારૂપી બ્રાહ્મણે ને વીસરવાના નથી. ધન-સંપ ને પણ વધુ સગવહાલાંને જ ભોજન કરાવવામાં પડી જવાનું નથી. એમ થવાથી શ્રદ્ધા વગેરેમાં ક્ષતિ થવાને પૂરો સંભવ રહે છે. યોગ્ય એવાં જનને પણ અન્નદાન કરવામાં તેઓને પરમાત્મસ્વરૂપે જોઈને જ અન્નદાન કરવું જોઈએ. જે કેટલાક લે કે પશુઓનું બલિ આવાં કૃત્યો વખતે ચઢાવે છે, તે ખોટું છે !! પિતૃઓ અને કષિમુનિઓ ન્યાયથી મેળવેલા અનાદિ અહિંસક પદાર્થોથી જ ખુશ રહે છે. અહિંસા જે બીજો એકેય ધર્મ નથી. તે મન, વાણું અને શરીરથી પાળવો જોઈએ. ધર્મજ્ઞ પુરૂષે ઝીણવટથી ધર્મને વિચાર કરવો જરૂરી છે. એમાં ન ક્યાંય સંકુચિતતા હેય (કારણ કે સંકુચિતતાથી સાચા
પ્રા- ૧૩