________________
૧૯૨
મોટાં બધાંય પ્રાણીઓ પ્રત્યે પતીકાં સંતાનની જેમ સાચી દિશામાં જનાર માનવીઓએ વર્તવું જોઈએ, અર્થ અને કામને માટે વધુ સમય સાધન અને સંપત્તિ નહીં વિતાવવાં જોઈએ. એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે “પ્રામાણિક પ્રયત્નોથી પિતાને પિતાના હકની જે સામગ્રી મળે તે નાના મોટા સૌને વહેચીને પછી બાકીની પોતે પિતા માટે વાપરવી જોઈએ. કુટુંબીજનેમાં જે સ્ત્રી પરની મમતા હટાવી શકે છે, તે ગૃહસ્થ કર્તવ્યને મર્મ જરૂર સમજી શક્યો છે, તેમ જાણવું. કારણ કે નારીની તન–ભોગની મમતા હટી ગઈ, તે બધાં પ્રત્યેનાં પિતાનાં કર્તવ્ય યથાર્થ બજાવી શકે છે. ખરેખર તો તે નારી–તન-ભેગા મમતા છૂટવાને કારણે ખુદ ભગવાન પર પણ વિજય મેળવી શકે છે. કારણ કે તેવાં સાધક-સાધિકા અનંત એવા આત્માને બરાબર ઓળખી શકે છે. વર્ષોમાં પણ બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ એટલા માટે જ કહેવાય છે કે જે સંસ્કારોનું સદેવ દાન કરી આત્મજ્યોતિને ઝળહળતી રાખે છે ! એવી રીતે પિતૃશ્રાદ્ધને મહિમા ગૃહસ્થાશ્રમીને માટે સવિશેષ એટલા માટે છે કે તેને લીધે વડીલના ગુણેની સ્મૃતિ મન પર તાજી રહે છે. આત્માની ઓળખાણ સતત તાજી રાખવા માટે પુણ્યસંચય મોટામાં મોટું સાધન છે. આથી પુણ્ય કર્મ અથવા શુભ કર્મ ગૃહસ્થાશ્રમી મા ખાસ કરવા જોઈએ. જેમ કાળની પવિત્રતા પુણ્ય સંચય માટે તથા શ્રેય પ્રાપ્તિના પ્રયત્ન કાજે જરૂરી છે, તેમ ક્ષેત્રની પવિત્રતા જેવી પણ જરૂરી છે. ભગવાન અને આત્મા પ્રાણી માત્રમાં હોવા છતાં એક માત્ર મનુષ્યમાં જ વધુ પ્રકટ છે અને મનુષ્યોમાં પણ જેમાં તપયોગાદિ વધુ છે. તે શ્રેષ્ઠ પાત્ર ગણાય ! એટલે ભગવાનની પ્રતિમાના અવલંબને ભગવાનને ભલે પજે, પણ સુપાત્ર માનવામાં ભગવાન વધુ સક્રિય છે એમ માની તેવા સુપાત્ર માનવને વધુ સેવ ! ખુદ ભગવાન પણ આ જ કારણે સુપાત્ર માનવ અથવા બ્રાહ્મણને પૂજે જ છે ! ! !”