________________
૧૯૧ લેવી છે. નારદજી! મારા જેવો એક ગૃહસ્થાશ્રમમાં રપ માનવી સહેલામાં સહેલી રીતે અને વહેલામાં વહેલી તકે કઈ સાધના કરીને પરમપદ પામી શકે, તે કૃપા કરીને પહેલાં બતલાવી દે !”
મહર્ષિ નારદજી બોલ્યા : “માનવી માટે ગૃહસ્થાશ્રમ કશે બાધક નથી, ઊલટે વધુ સાધક છે જ. માત્ર અહંતા અને મમતા જ માનવીને નીચે પાડે છે. અહંતા–મમતા સમૂળી મારવાનો કે હટાવવાને એક સહેલામાં સહેલે રસ્તે તે ભગવાનમાં પોતાની જાતને સમપી દેવી તે છે. એને લીધે વહેલામાં વહેલું પરમપદ આસાનીથી પાપ્ત થઈ જાય છે. જે ભગવાનમાં પોતાની જાતને સમપે છે, તેને બીજા પણ તેવા જ ભગવતપ્રેમી ભક્તોને વારંવાર સત્સંગ અનાયાસે મળી જાય છે. આવા સત્સંગનું મૂલ્ય અનહદ હોય છે ! તેને લીધે ભગવાનની લીલારૂપી અમૃતનું સદાય પાન કરવાને તેને મળી જ રહે છે. મોટા મોટા મુનિવરની સેવા પણ આવાં સમપિત સાધક કે સાધિકાઓને અનાયાસે મળી રહે છે. આમ કરવાથી તેવો માનવી તરત સમજી જાય છે કે “સગાંસ્નેહી, સ્વજન, ધનમાલ તથા છેવટે પોતીકું ગણાતું શરીર પણ જે છૂટી જવાનું જ છે, તે અહંતા અને મમતા શા માટે કોઈની કરવી ? હા, કર્તવ્યભાવે ગૃહસ્થાશ્રમી તરીકે સદૈવ પોતાની ફરજ બજાવ્યે જવી ! એ જુદી વાત છે !” આથી કુદરતી વ્યવહાર જ એવો બની જશે કે બહારથી બીજાંની જેમ, તેવો સાધક પુરુષ પણ રાગી જ લાગશે, પરંતુ અંતરથી તે પરમ દોરાગી જ હશે. પોતાની અસરવાળાં પતીકાં સ્વજનેની આવશ્યકતાઓ દિનપ્રતિદિન ઘટાડતે જ જશે. તે બરાબર સમજશે કે અનિવાર્ય એવી આવશ્યકતાઓથી જે વધુ સંચિત કરાશે તે તે બીજાઓને માટે કુદરતે જે અનિવાર્ય આવશ્યકતા નિમી છે, તેમાં તૂટ પાડીને સમાજને ચેર બની જવા પામશે ! એ ચાર માનવી ખરેખર તે દંડને પાત્ર છે ! હરણ, ઊંટ, ગધેડાં, વાંદરાં, ઊંદર, સાપ, પંખી અને માખી જેવાં નાનાં