________________
૧૯૦
તપ કર, જપ કરે, શુભ ગણાતાં કામ કરે પણ (તેવો જીવ) અંતે હલકી ગતિને જ પ્રાપ્ત થાય છે. તેને ધન મળે, તોય દુઃખ અને ન મળે તેય દુઃખ. ઉપરાંત જે સત્તા મળી તે નરકગામ થઈ પડે છે. માટે હું એ બધું છોડી જીવ માત્રમાંથી જ્ઞાનાનંદ લૂંટયા કરું છું. તેથી દરેક વખતે હર્ષ-શોકને બદલે માત્ર પ્રસન્ન રહું છું. આમ તૃષ્ણ ન હોવાથી સહેજે શરીરને પોષક સામગ્રી અલ્પ પ્રયાસે મળી જાય છે અને આત્મગૌરવ પૂરેપૂરું સચવાઈ રહે છે.” એવો પરમહંસપણને સાચે આદર્શ સમજી દત્તાત્રેય સંન્યાસી પાસેથી અનુજ્ઞા લઈ પ્રહૂલાદજી અને મંત્રીઓ પિતપતાને સ્થાને તે ગયા, પણ આ અનુભવયુક્ત વચને તે સૌના મનમાં કરાઈ રહ્યાં.”
શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમ
ઉપજાતિ સંસ્કાર દેનાર મનુષ્ય વિવે, સુપાત્ર ને સેવક – બ્રાહ્મણે ય તે; ખુદ પ્રભુના પૂજનીય હાય, તેથી જગે ઉત્કટ સ્થાન તેહનું. ૧
અનુટુપ ગૃહસ્થાશ્રમ પંકાય, તેથી આ દેશનો ભલો; ત્યાગી તપસ્વી ભક્તોને, જેમાંથી શેક જન્મ. ૨
ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા : “હે નારદજી! આપ દેવનાય ઋષિ જ છે, તે માનવના ઋષિ-મહર્ષિ હોવા વિષે શંકા જ કયાં છે? પણ મારે તો મારી પિતાની વાત આપની પાસે પહેલી જાણી