________________
૧૮૮ અને સહજ ભાવે કહે. સાધુઓ ચિહ રાખે કે ન રાખે એમનું મુખ્ય ચિન આત્માનું અનુસંધાન જ હાય ! બહારથી ભલે લાઘરિયે કે પાગલ જેવા લાગે પણ બાળક જેવા તેઓ નિખાલસ અને ખૂબ પ્રતિભાસંપન પણ હોય છે.”
પ્રવૃત્તિ ને નિવૃત્તિની સમતુલા ભવતૃષ્ણા રહે ઊંડી, જાણે સમૂળગી હ; તે ગૃહસ્થાશ્રમી કિંવા સંન્યાસી મેક્ષ મેળવે. ૧ હાનિ-લાભ, સુખ-દુ, જય-પરાજ જડે સૌ તે રહ્યાં; આત્મા સચ્ચિદાનંદ એકલે. ૨ પ્રાણી માત્ર મહીં તેવું, એક આત્મત્વ પેખતે; વિશ્વમય બની જાય, પ્રસન્ન કર્ય–સંત શે. ૩
મુનિ નારદજી ગુરુદેવ દત્તાત્રેય તેમજ ભકત પ્રહલાદને અતિહાસિક સંવાદ વર્ણવતા વર્ણવતા બોલી ઊઠયા : “ધર્મરાજ યુધિષ્ઠિર ! એક સમયે ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજી પિતાના કેટલાક મંત્રીઓની સાથે જ (પ્રજાહદયની વાત જાણવાની ઈચ્છાથી) વસતિ ઉપરાંત વન તથા ગિરિમાળાઓમાં વિહરી રહ્યા હતા. તે સમયે ભક્ત પ્રલાદજીએ જોયું કે સહ્ય નામના મહાપર્વતની તળેટીમાં કાવેરી નદીને કાંઠે એક મુનિ પડી રહેલા. એમના શરીરનું નિર્મળ એવું બ્રહ્મતેજ શરીર પરની ધૂળને કારણે ઢંકાઈ જ ગયેલું. તેઓ એક મહાન સિદ્ધ પુરુષ છે, એવી લોકોને જરાય ખબર ન હતી. પણ હીરાને ઝવેરી તત્કાળ પારખી શકે, તેમ ભગવાનના પરમભક્ત પ્રફલાદજીએ તરત એમને ઓળખી લીધા હતા. જેથી પ્રહૂલાદજીએ પિતાના માથાને એ મહાપુરુષને ચરણે ટેકવીને ભાવપૂર્વક પ્રણામ