________________
૧૮૭
સેવવો જોઈએ. તે જ જન્મ-મરણ તથા જીવ, ઈશ્વર અને જગતનું સાચું સ્વરૂપ પરખાઈ જાય ! એટલું જ નહીં જગતને પણ વાનપ્રસ્થાશ્રમી જીવનનું અનુભવપૂર્ણ ચિન્તન પ્રાપ્ત થાય ! એમ છતાં ખરેખર બ્રહ્મવિચારનું સમર્થ્ય હેય અથવા બ્રહ્મવિચારનું સામર્થ્ય સર્વત્ર ફેલાવવું અને વધારવું હોય તે પૂર્ણ પણે સંન્યસ્ત સેવ અનિવાર્ય છે. આ ભારતવર્ષમાં એનું પાલન પુષ્કળ૫ણે થયેલું હોવાથી આ દેશ ત્યાગી–તપસ્વી સંન્યાસીઓના દેશ તરીકે જ મશદ્ર છે. પ્રથમ તે સંન્યાસમાં માનવ શરીરરૂપી સાધનને સાધનરૂપે તંદુરસ્ત અને સ્વસ્થ બનાવી મૂકવું પડે છે અને માયામમતા અને અહંતા જડમૂળથી કાઢી નાખવા માટે શરીર સિવાયની જે કઈ ચીજ-વસ્તુ છે, તે સૌને છોડવી જ પડે છે અને પરિગ્રહ, પ્રાણ અને પ્રતિઠાની મમતા પૂર્ણપણે તજીને પગપાળા વારંવાર ગામડે ગામડે ઘૂમવું પડે છે. મોટેભાગે તેવા સંન્યાસીઓ જંગલમાં અને અમુક સમય પૂરતા તે વસ્ત્રરહિત રહેતા હોય છે, પહેરે ત્યારે પણ ઓછામાં ઓછાં વસ્ત્ર પહેરે ઓઢે છે. તેઓ સમજે છે કે “વસ્ત્ર અંગરક્ષણાર્થે છે, વિલાસ-વૈભવ માટે નથી જ !' આ વાત આવા સંન્યાસીઓ બરાબર સમજીને વર્તે છે. સંન્યાસી તે એ અર્થમાં પ્રાણું માત્રને હિતેષી જ છે. સાથોસાથ તેઓ પ્રાણું માત્રના પાલક પણ છે જ ! આ સંન્યાસી બધા જ લગવાડ દૂર કરવા એકાકીપણે વિચરે છે. સુષુપ્ત અને જાગ્રત એ બન્ને દશાથી પર રહેલી આત્મદશાને બરાબિર ઓળખી લે છે. ખરી રીતે તે ઘણીવાર જેમ બંધન એ એક પ્રકારની માયા છે, તેમ એક અર્થમાં મેક્ષ (જે માત્ર કાલ્પનિક કે માનસિક વિકલ્પ રૂપ હયપણ માયા જ છે. આથી સાચા સંત જીવિત કે મરણ બેમાંથી એકેયને કદી આવકારતા કે અવગણતા નથી, સાચા સંત સાચાં શાસ્ત્ર ઉપર પ્રીતિ કરે, કદી વાદવિવાદવાળા તમાં ગુંચવાઈ ન જાય. માત્ર વ્યાખ્યાન આપી દેવાના ધંધામાં ન પડતાં અનુભવયુક્ત વચને જ સુપાત્ર શ્રેતાઓ આગળ અનાયાસે