________________
૧૮૬
વળી એટલું બધું તપ પણ ન કરે કે જેથી શરીરસ્વાથ્યને હાનિ થાય! કાયાની મમતા તોડે અને સમતા જેડે મૃત્યુ આવે તો એને અમૃતળો માની પ્રાણત્યાગને પણ અપનાવી લે અને પાંચ મહાભૂતમાં વિલીન કરી નાખે અને પ્રાણું માત્ર સાથે પોતાના આત્માને લીન કરે. આમ વાનપ્રસ્થી જીવન પણ ચિંતન અને સાહિત્ય સર્જન તથા આત્મોન્નતિ માટે ખૂબ સાધક બનાવી શકાય છે.”
સદધર્મ–સ્થાપના
જે અનાયાસ-આયાસ, ને તાદામ્ય તટસ્થતા; સાથે જીવનમાં પૂરાં, તે પામે પૂર્ણ સાધુતા. ૧ જેઓ પામેલ છે આપી, પ્રવૃત્તિલક્ષી–નિવૃત્તિ, તે ક્રાતિપ્રિય સંતેથી, થતી સધર્મ સ્થાપના. ૨
મહર્ષિ નારદજી આગળ વધતાં કહે છે : “ધર્મરાજ ! આ સંસારમાં માનવ-જન્મ મેળવવા સહેલા નથી. ઘણા પુણ્યસંચયે એ પ્રાપ્ત થાય છે. પરંતુ એ પય સંચયને ભોગલિસાની તૃપ્તિ માટે જ ઉપયોગ થાય તો પુયસંચય ક્ષય પામીને પાપ અથવા અધર્મ પ્રાપ્તિ પણ એ જ જન્મમાં પારાવાર થઈ શકે છે. ટૂંકમાં માનવ-જન્મ સ્વર્ગદ્વાર અથવા નરકદ્વાર પણ જરૂર બની શકે છે. ખરી રીતે માનવ જન્મ પામીને મોક્ષ ભણું પ્રગતિ થાય, તે જ સાચે માનવ-પુરુષાર્થ છે ! જેમ વર્ણોના પાલનથી સ્વ પર કલ્યાણ સાધવામાં મદદ મળે છે, તેમ આશ્રમને પાલનથી સ્વ પર કલ્યાણમાં અવશ્ય અને વ્યવસ્થિત ગતિ થાય છે. બ્રહ્મચર્યને પાયે મજબૂત હે:ય તો ગૃહસ્થાશ્રમ પણ ઘણે સાધક નીવડે છે, પરંતુ નકકર સામગ્રી જગતને આપવા માટે ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ સૌએ નક્કીપણે