________________
૧૫
બ્રહ્મચમાં રહેલા છે. તેથી જ પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ તરીકે લેખાય છે. ગુરુકુળમાં નિવાસ કરવાવાળા બ્રહ્મચારી પાતાની ઈદ્રિચાને વશ રાખી પોતાને છેલ્લામાં છેલ્લા ચાકર માની ગુરુચરણમાં સુદૃઢ અનુરાગ રાખે અને ગુરુ રાજી રહે, તે રીતે ગુરુનું હિતકાર્ય કરતા રહે ! સવારે અને સાને ગુરુ ઉપરાંત અગ્નિ, સૂર્ય અને શ્રેષ્ઠ દેવતાઓની ઉપાસના કરે! અને મૌન રહી એકાગ્રતાથી ગાયત્રીને જાપ કરે, તથા બેય વખતનું સંધ્યાવંદન, આટાપે ! ગુરુ જ્યારે મેલાવે ત્યારે પૂર્ણ પણે અનુશાસનમાં રહી તેમના દ્વારા (ગુરુ દ્વારા) વેદાનું અધ્યયન કરે! પાઠ શરૂ કરતાં પહેલાં તથા અંતે ગુરુદેવના ચરણમાં માથું રાખી પ્રણામ કરે ! શાસ્ત્રાજ્ઞા મુજબ કટિમેખલા, મૃત્રચ, વસ્ત્ર, જટા, દંડ, કમંડલ, જનેાઈ તથા હાથમાં દાભડે ધારણ કરે ! સવારે અને સાંજે ભિક્ષા માગી ગુરુને બતાવી આજ્ઞા લઈ પછી
તે ભાજન કરે! કાઈ કોઈ દિવસે ઉપવાસ પણ કરે ! થેાડુ' એન્ડ્રુ ખાય અને શીલરક્ષા બરાબર કરે ! તાનાં કવ્યા નિપુણતાથી પૂરાં કરે ! ગૃહસ્થા સાથે તે કામ પૂરતે જ વ્યવહાર કરે! જુવાન ગુરુ-પત્ની સાથે પણ બ્રહ્મચારી બટુક વધુ પડતા પરિચય ન રાખે ! જ્યાં લગી નરનારી બન્નેમાં મૂળે આત્મા છે અને તે જ યથાર્થ છે; એવું સહજ જ્ઞાન ન થાય ત્યાં લગી નર અને નારી બન્નેને ગાઢ સ ંપર્ક રહે, તે જોખમરૂપ ગણાય. આવી શીલરક્ષા જેમ બ્રહ્મચારીને જરૂરી છે, તેમ ગૃહસ્થાશ્રમીને માટે પણ બ્રહ્મચર્ય લક્ષ્ય જરૂરી છે, ખાનપાનમાં કૈફી ચીજો અથવા માંસાદિ વર્જ્ય ચીજો કાઈપણ સગામાં ન લેવી જોઈએ. ચંદન તથા આભૂષણેા છેડવાં જોઇએ. આમ દ્વિતિના લેાકેા પેાતાની શક્તિ અનુસાર અધ્યયનલીન અને ચિંતનલીન જ રહે. બ્રહ્મચર્યાશ્રમ પૂરા થયે ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સભ્યસ્ત આશ્રમમાં ક્રમશઃ જઈ શકાય. વાનપ્રસ્થીએ ખડધાન્ય, કંદમૂળ, ફળ આદિ સેવ, મેાટે ભાગે ઝૂંપડી અને પહાડની ગુફામાં રહે! ટાઢતડકા સહન કરે ! કેશ, રેશમ, નખ કે અંગે શૃંગાર ન રાખે.