________________
૧૮૪
અને વાસના દૂર થતાં સંપૂર્ણપણે કામના નષ્ટ થઈ અંતે મોક્ષ ૨૫ષ્ટ થાય છે. આના માટે વર્ણાશ્રમ રચના ઋષિ-મુનિઓએ યથાર્થ રીતે આ દેશમાં યુગે યુગે ફેરફાર કરીને જાળવી રાખી છે, અને તે જ આ દેશની વિશિષ્ટતા છે.”
આશ્રમધર્મને પાયો બ્રહ્મચર્ય
ઉપજાતિ આ દેશની સંત પરંપરાએ, સાથે લીધી ભારતની પ્રજાને; સદધર્મ દ્વારા જગ–પ્રેમ છતી, યુગે યુગે વર્ણ–વિશુદ્ધિ કીધી. ૧
અનુષ્યપ સિંચામું મૂળ વર્ગોનું, આશ્રમે ચારથી અહીં; તે (આશ્રમ) ચારમાંય છે મુખ્ય, બ્રહ્મચર્ય પ્રથં કરી. ૨
નારદ ઋષિ ધર્મરાજ યુધિષ્ઠરને આગળની વાતે વિશદ રીતે રજૂ કરતાં કહે છે : “ધર્મરાજ ! માનવ શરીર એ ધર્મનું સર્વશ્રેષ્ઠ સાધન હેવાથી તેના ગક્ષેમની ચિંતા પ્રથમ કરવી રહી. સંરક્ષણ તથા પોષણથી સંવર્ધન અને સ્વાથ્યને વિચાર ચાર વર્ણોની રચનામાં રહે છે. યુગે યુગે જે જે વણેની વિશેષ જરૂર પડે છે, તેમને તે તે મહત્વ આ ભારતદેશમાં મળી રહ્યું હોય છે. મતલબ કે અહીં જાતિગત વર્ણ રચના નથી પણ ગુણનિર્ભર વણરચના છે. તેવી જ રીતે એ વર્ણરચનાની પાછળનું પીઠબળ જે ધાર્મિક-આધ્યાત્મિક રહેલું છે, તે આશ્રમે દ્વારા સ્થાપિત કરાય છે. તેને મુખ્ય પાયો