________________
૧૮૩
માટે ધર્મ અને દક્ષપુત્રી મૂર્તિના દ્વારા પોતાના અંશથી અવતાર ધારણ કરીને, બરકાશ્રમમાં તપસ્યા કરી રહ્યા છે. એ નારાયણ ભગવાનને નમસરકાર કરીને એમના જ મુખથી સાંભળેલા સનાતન ધર્મનું હું વર્ણન કરું છું. સર્વ વેદસ્વરૂપ ભગવાન શ્રીહરિ એમનું તત્ત્વ જાણવાવાળા મહર્ષિઓની સ્મૃતિઓ અને જે વડે આત્મગ્લાનિ ન થઈને આત્મપ્રસાદની પ્રાપ્તિ થાય, એવું કમ એ જ ધર્મનું મૂળ છે. આવા ધર્મનું સેવન, ચાર વર્ષોમાં જે મુખ્ય કરે છે, તેઓને બ્રાહ્મણ કહેવાય છે. શમ, દમ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, જ્ઞાન, દયા, ભગવત્પરાયણતા અને સત્ય એ બધા સગુણો બ્રાહ્મણોનાં લક્ષણો છે. એમના પ્રત્યે ભક્તિ રાખીને વીરતાપૂર્વક પ્રજાનું પાલન કરે છે, તે ક્ષત્રિય કહેવાય છે. અર્થ, ધર્મ અને કામ એ ત્રણે પુરુષાર્થોની રક્ષા કરવી અને ઉદ્યોગપરાયણ રહેવું, તેમ જ વ્યાવહારિક નિપુણતા આચરવી એ બધાં વેશ્યનાં લક્ષણ છે અને આ ત્રણેય વર્ણોની રક્ષા કરવી, એ શૉનું લક્ષણ છે. મતલબ કે તેઓ વિનમ્રપણે આખાયે સમાજની સેવા બજાવે છે. જે મળે તેમાં રાજી રહી અને કુળ–સેવા કરીને તથા પતિપરાયણ રહી શકે તે જ સતી નારી છે. આ રીતે ચાર વર્ષે અને નારી જાતિથી આખેય માનવસમાજ એકંદરે સુખી, સ્વસ્થ અને શાન્તિમય રહી શકે છે. આ આખા સમાજનું લક્ષ્ય બ્રહ્મચર્ય ભણી રહે, તે પણ જરૂરી તો છે જ, પરંતુ એ કામ આશ્રમે પર નિર્ભર છે. આ આશ્રમમાં મુનિવર્ગ સર્વોચ્ચ કહેવાય છે. અને તેઓ યુગે યુગે મનુષ્યોના ગુણે અને કર્મો જોઈને મૂળ તત્ત્વ જાળવી નવી નવી ઢબે જ ધર્મની અને કર્તવ્યોની વ્યવસ્થાની રચના કરે છે. મતલબ કે જેમ ખેતરમાં ખાતર, પાણી અને ખૂબ ખેડ થયા કરે તે જ પાક સારે પાકે, પણ ખાતર ન હોય અને ખેડમાં રસ ન હોય તે ખેતર હેવા છતાં અને બીજ હોવા છતાં છેવટે બધું જ બીજ સહિત નષ્ટ થાય છે. તેમ આખરે તો અર્થ અને કામ બનેમાંથી સ્વાર્થ લાલસા