________________
૧૮૨
નક્ષત્રમાં લડવા મેકવ્યા અને ભગવાન શંકરે ત્રણેય વિમાનેને ભસ્મ કરી નાખ્યાં. દેવો-દેવાંગનાએ રાજી રાજી થઈ ગયાં. નાચવા લાગી ગયાં. હા, ત્યારથી ભગવાન શંકર પુરારિ' નામે પ્રખ્યાત છે.”
વર્ણાશ્રમ—રચના વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ, રક્ષે સમાજ સંસ્કૃતિ વૈદ્યક ન્યાય કરે સેંઘાં, ત્યાગ ને બ્રહ્મચર્યથી. ૧ જાનમાલ સદા રક્ષે, પ્રજાનાં ક્ષત્રિયો અને વૈશ્ય, શુદ્રોય બાકીની, સેવા બજાવતાં જગે. ૨ આ રીતે જ રહી આપે, મ–સમાજ પ્રેમથી; શાન્તિથી જીવીને અંતે મોક્ષે જાય પ્રયત્નથી. ૩
નારદજીને વળી ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછયું : “મુનિજી ! ધર્મથી જ માણસને જ્ઞાન, ભગવપ્રેમ અને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થાય છે. આપ પોતે પણ પ્રજાપતિ એવા બ્રહ્માજીના (ખુદના) પુત્ર છે. આપની તપસ્યા, યોગ અને સમાધિને કારણે બ્રહ્માજી (આપના પિતા) પણ બીજા પુત્રોની અપેક્ષાએ આપનું જ અધિક સન્માન કરે છે. ઉપરાંત નારાયણ–પરાયણ, દયાળુ, સદાચારી અને શાન્ત તથા બ્રાહ્મણ ધર્મના મુખમાં ગુપ્ત રહસ્યને પણ આપ જેટલું જાણે છે તેટલું બીજા કોઈ જાણતા નથી. માટે એવા આપ જ મને વર્ણ અને આશ્રમોના ધર્મો ઉપરાંત સનાતન ધર્મનું પણ શ્રવણ (હું જે કરવાને મારું છું, તે કહેવા) કરાવવા કૃપા કરો.' નારદજી બેલ્યા : “ખરી રીતે તે યુધિષ્ઠિર અજન્મા એવા ભગવાન જ આ સમસ્ત ધનું મૂળ કારણ છે. આ જ પ્રભુ ચરાચર જગતના કલ્યાણને