________________
મયદાનવના ત્રિપુરનો નાશ
અનુષ્ટ્રપ વશે વિશ્વવિભૂતિ સી, રિદ્ધિ-સિદ્ધિ ય જેહના તે પ્રભુ જ્યાં થતા મૂર્ત, તે સદા ધન્ય મકા. ૧ એવી જ ભોમકા એક, જગે અજોડ ભારતી; દૈત્યતા પશુતા વેણ, માનવતા જહીં ખીલી. ૨
“પ્રભુ-ગાનમાં સદા મસ્ત એવા નારદ મુનિજી બોલી ઊઠયાઃ “અરે ધર્મરાજ યુધિષ્ઠિર ! આપ ઘણુ સદભાગી છેકારણ કે તમારા ઘરમાં ખુદ સાક્ષાત પરબ્રહ્મ–પરમાત્મા આવી વસ્યા છે અને વિવિધ રીતે તમને સૌને આનંદ કરાવે છે! ડગલે ને પગલે ખડેખડા રહી મદદે કર્યા કરે છે! જેમનાં દર્શન માટે મોટા મેટા સિદ્ધશ્વર મુનિઓ અનેક પ્રકારનાં જપતપ કરી જિદગીની જિંદગીઓ ફના કરી નાખે, છતાં જે મળી ન શકે, એવા પરમ શાંત અને પરમાનંદાનુભવસ્વરૂપ પરમાત્મા તમારી સાથેસાથે વસીને સેવા ઉઠાવવા હરપળે તત્પર રહે છે. એ જ તમારા મામેર ભાઈશ્રી ભગવાન શ્રીકૃષ્ણ છે. શંકર અને બ્રહ્મા, જેનું વર્ણન કરવામાં પિતાની બધી જ બુદ્ધિશક્તિ ખરચી નાખે છે, છતાં જે વર્ણવી શકતા નથી, તે ભગવાન શ્રીકૃષ્ણ પોતે છે, બીજા કોઈ નહીં ! એ જ સૌના એક માત્ર અને અજોડ આરાધ્ય દેવ છે. માયાવી મયારે જ્યારે ભગવાન શંકરની કમનીય-કીર્તિને કલંક લગાડવા ઇચ્છયું ત્યારે ભગવાન શંકરની કીતિ–રક્ષા પણ તેઓએ જ કરી હતી.”
ધર્મરાજ યુધિષ્ઠિર બેલા : “ભગવાન શંકરની કીર્તિને કલંક લગાડવા મયદાનવે જ્યારે ઇચ્છર્યું અને ભગવાન કૃષ્ણ તેમને મદદ શી રીતે કરી ? તે આપ જરા સ્પષ્ટ રીતે સમજાવો તે સારું.”