________________
૧૭૯
જેતામાં તેઓ બને પણ ભગવાનમાં જ પાછા સમાઈ ગયા છે! ઠીક છે, આ વાત તે અહીં આ બેની જ કરી, પરંતુ ખરી રીતે તે મહાભારતમાં જેટલા ભગવાન કૃષ્ણ સાથે દુશ્મની રાખતા હતા, તે સૌનું અંતે તે કલ્યાણ જ થયું છે. કારણકે કોઈને કોઈ ભાવે ભગવાનને જે અહેનિશ યાદ રાખે છે, તે સૌની સગતિ થાય જ છે ! જે ભગવાનમય સ્મરણથી ભગવન્મય બને અને તેઓની સર્વ પાપોથી અને સર્વ કર્મબંધનથી મુક્તિ થાય તે દેખીતું જ છે ! જેમ ભમરીએ પકડેલી કીડી ગમે તે કારણે પણ ભમરીનું રૂપ ધારણ કરી જ લે છે, તેમ ગમે તે રીતે પણ ભગવાનને માનનારાં ભગવન્મયા બની શકે છે! આમ ભગવાનના પરમભક્ત જેવી દશા ભગવાનના પરમશત્રુ મનાતા લેકની પણ અનાયાસે થાય જ છે ! આમાં કશી નવાઈ નથી. યુધિષ્ઠિર ! તે મને પૂછેલું કે ભગવાન સાથે દ્વેષ કરવાવાળા શિશુપાળ વગેરેને ભગવાનની સારૂપ્યતા કેમ પ્રાપ્ત થઈ! તે વિષે વિગતવાર તને મેં સમજાવી દીધું! મતલબ કે આ આખ્યાનમાં પ્રભુ દ્વારા બે મહાન દૈત્યને મૃત્યુની કથા તે છે જ. સાથોસાથ ભગવાનનું અવતારચરિત્ર પણ છે જ. સાથોસાથ ઘણી અજોડ એવી આ આખ્યાનમાં પ્રહૂલાદભક્તિ પણ છે. ભગવાનનાં ગુણ અને લીલાએનું તથા જીવ, જગત અને ઈશ્વરનું પણ સુંદર વર્ણન છે. ઉપરાંત દેવો તથા દૈત્યનાં પદ-પરિવર્તનની વાત પણ આ આખ્યાનમાં છે જ. માટે જ આ આખ્યાનને ઘણું જ એકાગ્રતાથી જે ચિંતવી ધ્યાનમાં બરાબર લઈ શકશે તેવા જિજ્ઞાસુ ભક્તશ્રેતાઓ અવશ્ય ભગવાનને અભયપદવાળા વિકંઠપદને પામશે જ.”