________________
૧૭
આ વાત સમજી જાય છે. ભગવાનના આ ક્રોધાવેશને જેમ ઋષિમનિઓ કે બ્રહ્મા–શંકર ન નિવારી શકયા, તેમ ખુદ લક્ષ્મીજી પોતે પણ ન નિવારી શક્યાં ! આખરે ત્યાં બ્રહ્માજીએ જાતે એક માત્ર પ્રહલાદ ભક્તને પ્રભુ પાસે કહીને મોકલ્યા કે “બેટા ! ભગવાનની પાસે તમો જાતે જ જઈ ભગવાનને શાન્ત કરે !' એક બીજી રીતે પણ પ્રાદ જ આ કાર્ય સારી પેઠે કરી શકે તેમ હતું. કારણ કે પિતાના પિતાના કાધાવેશના નિમિત્ત પણ પિતે જાતે જ બન્યા હતા. બસ બ્રહ્માજીને આદેશ મળતાં જ બાળક પ્રહૂલાદ તે ભગવાન વિષ્ણુ (જે અત્યારે નૃસિંહાવતાર રૂપે બનેલા તે)ના ચરણમાં લેટી પડયા. વાણી કરતાં વર્તન જ વધુ પ્રભાવ પાડે છે. પ્રહૂલાદ ભકતને જોતાંવંત ભગવાનનું વાત્સલ્યસ્વરૂપ એળે કળાએ ખીલી ઊઠ્યું. આંખમાંથી અમૃત વરસવા લાગ્યું અને પ્રલાદ તરત એ અમૃતરસમાં નિમગ્ન બની ગયા. અદ્દભુત ભાવસમાધિ આપેઆપ લાધી ગઈ. તે સમયે જે ભગવતપ્રાર્થના થઈ, તે એવી તો અજોડ હતી કે જેને ક્યાંય જેટ જ ન મળી શકે.” આ ભગવતપ્રાર્થના જ્યારે ખુદ ભગવાનને પ્રસન્ન કરી શકે તે પછી બીજા ને પ્રસન ન કરે ? ભગવાન સ્વયં બોલી ઊઠયા :
જન્મ તું દૈત્યપુત્ર છે, પણ ગુણકમે તું મારે લાડકે દીકરે બની ગયો છે. મને અનહદ પ્રસન્નતા થવાથી તેને વરદાન આપવાની મહેચ્છા થઈ છે. માગી લે, બેટા ! યથેચ્છ વરદાન માગી લે !” પણ પ્રહૂલાદને પ્રભુચરણથી વિશેષ કશું માગવાનું મન ન હતું. છતાં ભગવાને તે કહ્યું : “તારે તારી જાત માટે નહીં, પણ આખાયે જગતની સાત્ત્વિકતા–વૃદ્ધિને કારણે ભેગો ભેગવી તારા ભોગ માટે બનેલી નિમિત્તભૂત નારીઓ અને સમસ્ત નારીજાતિ સહિત નરજાતિ અને પ્રાણી માત્રનું કલ્યાણ થશે.” ભક્ત પ્રહલાદ બે ઃ “જે કે હું આપને સૌથી નાનેરો ભક્ત છું. મારા પિતાજીએ
પ્રા. ૧૨