________________
૧૭૫
દીકરો છે તોયે કટ્ટર શત્રુ છે. તને મારે જાતે જ મારી નાખવો પડશે. દુર્ભાગી ! તારે જલ-સ્થલમાં રહેલે વિષ્ણુ આ સ્તંભમાં પણ હશે જ. અને જેવી એ ખંભાને એણે લાત મારી કે ચારેબાજુ એ ભયંકર અવાજ વિસ્તર્યો કે જેમ આખું જગત કંપવા લાગ્યું, તેમ એ પોતે પણ કં. ત્યાં તે નૃસિંહ રૂપ એ જ થાંભલામાંથી પ્રગટ થઈ બહાર નીકળ્યું. જેવો હિરણ્યકશિપુ પોતાની ગદા ઉઠાવી, એ રૂપને મારવા જાય છે, તેવો જ તે પોતે જ નીચે પટકાઈ પડ્યો. નહીં મનુષ્ય, નહીં પશુ એવા આ રૂપે, ન દિવસ ન રાત્રિ, ન ઘરમાં ન બહાર એવા ઊંબરા ઉપર બરાબર સંધ્યાએ એ મહાન રાક્ષસને પરલેકે પ્રયાણ કરાવી દીધું. એની સહાય કરવા આવેલા દૈત્યે પણ પરાજિત થઈ ચૂક્યા. આ નૃસિંહાવતારે તે નખને જ
જ્યાં આયુધ બનાવી દીધેલાં ત્યાં કોઈનું શું ચાલે? હિરણ્યકશિપુ પડી જતાં દેવ, માન, પશુ-પક્ષીઓ સર્વે આનંદ પામ્યા. દેવીએ તે હર્ષથી નાચી ઊઠી. બ્રહ્મા, રૂક, ઇન્દ્ર, ઋષિઓ, પિતર, સિદ્ધો, વિદ્યાધરે, નાગ, મનુઓ, પ્રજાપતિઓ, ગંધર્વો, ચારણે, યક્ષ, કિપૂર, વૈતાલિકે અને કિન્નરોએ પિતાપિતાને લગતાં સંતોષ અને નચિંતતા પ્રગટ કરી પરમ કૃપાળુ ભગવાનની પરમ અને હાર્દિક સ્તુતિઓ ક્યાંય લગી કર્યા કરી. ભગવાનને પાર્ષદે બોલી ઊડ્યાઃ “હે શરણાગત વત્સલ ભગવાન ! આપનું આવું રૂપ તો અમે આજે જ દીઠું! પ્રભો ! આ કાંઈ દૈત્ય, દૈત્ય જ છેડે હતો ! ! એ તે આપને જ (અમારા સાથીરૂ૫) સેવક હતા. સનકાદિકના શાપે બાપડો દૈત્ય બોલે, તેને આપના હાથે આજે ૩ દ્વાર થઈ ગયે. આપે તે હિરણ્યકશિપુરૂપ દૈત્યપણને એ બાપડાના પ્રભુત આત્માથી વિખૂટું પાડીને એમને મૂળ પાર્ષદ ભાવમાં લાવી મૂકવાને પરમ ઉપકાર કીધે. તેથી ખરી રીતે આ એને વધ નથી, પણ ઉધાર જ છે ”