________________
૧૭૩
પદને ઓળખી છેવટે તો તે પદને પામી પણ શકે જ. આમ તે આ પદ પામવા માટેનાં અનેક અને જુદા જુદા પ્રકારનાં સાધન છે. પણ નિષ્કામ એવી પ્રભુભકિત સમાન બીજુ કાઈ અજોડ સાધન છે જ નહીં. નિઃસ્વાથી માર્ગદર્શક ગુરુને મેળવી તેમાં સર્વથા સમર્પિત થઈ જઈ ભકિતસુધારસ આપણે સૌએ પેટ ભરીને પી લે જોઈએ. જેથી “તૂડી નંહી એક હરિની રઢ રહે અને કર્મ બીજ જે રાગ-દ્વેષના અંકુરથી ફુટે છે, તે કર્મ બીજ તદ્દન ક્ષીણ થઈ જાય. આ ભગવાનમાંની તન્મયતાને કેઈ બ્રહ્મસુખ કહે છે, તે કોઈ નિર્વાણ સુખ કહે છે ! માટે મિત્રો ! તમે સૌને આ સુખ પ્રભુકૃપાથી શીઘ્ર પ્રાપ્ત થાઓ ! બાકી ભેગસામગ્રી અને ઘન વગેરે તો નકામાં જ છે. તે બધાં ક્ષણભંગુર હોવાથી કાંઈ સુખ આપી શકતાં નથી. એટલે ભગવાનમય બની જવાની વાત જ આપણે સૌએ બચપણથી શીખી લેવી જોઈએ !”
ત્ય બાળક ઉપર પ્રલાદજીના આ સહજ-બોધની અસર ઘણી ઊંડી થઈ એટલું જાણતાં જ એ છેકરાને ભણાવનાર શિક્ષકે ખૂબ ગભરાયા અને હિરણ્યકશિપુ આગળ, એમણે ચાડી ખાધી. હિરણ્યકશિપુ આ વાત સાંભળતાંવેંત ધૂંઆપૂંઆ થઈ ગયે. પ્રહલાદ પિતાને પુત્ર હોવા છતાં હવે હિરણ્યકશિપુને પ્રલાદની હત્યાના જ વિચારે રાતદિન આવવા લાગી ગયા. “વિનાશકાળ વિપરીત બુદ્ધિ' એમ અનુભવીઓએ કહ્યું જ છે ને ?”
નૃસિંહાવતાર
સ્વયં દેવત્વ સામેથી, આવે તેાયે નહીં ગમે; દેવત્વને જ ધિકકારે, દેત્યોની દૈત્યતા જગે. ૧