________________
૧૭ર.
વાનની જેમ મારાં એ પૂજ્ય માતાજીને સારી પેઠે સમજાવ્યાં અને કહ્યું : “બેટી! જ્યાં લગી તારા પતિશ્રી તપ કરીને પાછા ન ફરે ત્યાં લગી તું અહીં મારા આશ્રમ પર જ રહી જા.” એ રીતે નિર્ભયતાપૂર્વક મારાં માતુશ્રી પછી આશ્રમમાં જ રહી ગયેલાં અને પ્રેમ તથા ભક્તિથી નારદમુનિની સેવામાં ખૂંપી ગય'. ત્યારે ઋષિ નારદજીએ ભાગવત ધર્મનું રહસ્ય અને વિશુદ્ધજ્ઞાન એમ બેવડો ઉપદેશ આપ્યા કર્યો હતે. આ બધો બોધ આપતી વખતે ઋષિ નારદજી મારા ઉપર પણ બરાબર દષ્ટિ રાખતા હતા ! અલબત્ત મારાં પૂજ્ય માતાજીને આ બધાં ભકિત-જ્ઞાન યાદ નહોતાં રહી શકયાં પરંતુ દેવષિ નારદજીની કૃપાથી એ બધું મને હજ પણ અને પૂરેપૂરું યાદ રહી ગયું છે. જો તમે પણ મારી આ વાત પર પૂરેપૂરી શ્રદ્ધા જાળવી રાખશે તો તમને સૌને પણ મારી માફક જ ભકિત અને જ્ઞાન લાધશે ! કારણ કે શ્રદ્ધાથી તે સાવ નપાવટ ગણાતાં નરનારી-આબાલવૃદ્ધની બુદ્ધિ પણ મારા સમાન શુદ્ધ થાય જ છે ! જેમ જન્મ, અસ્તિત્વને અનુભવ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને વિનાશ એ થે ભાવ-વિકારા શરીરમાં જ દેખાય છે. આત્માની સાથે એને કોઈ લગવાડ નથી જ. પણ સાથોસાથ આતના જ્ઞાનમય હોવાને લીધે જ જડ એવા શરીરમાં મમત્વ–બુદ્ધિ થવાને લીધે જ્ઞાનવિરોધી અજ્ઞાનપણું પણ વેદાય છે, એટલે જ “અને મારું” એવા જૂઠા ભાવે આત્માની સહાય લઈને છોડી દેવા જોઈએ. જેમ માટી અને સોનું જાણકારી દ્વારા જુદું પાડી શકાય છે, તેવું જ આત્માનું છે. એક એવા શુદ્ધ આત્મસ્વરૂપને જાણી લેવાથી બધું આપોઆપ જણાઈ જ રહે છે. જો કે આમ જોઈએ તે નાનાં મોટાં પ્રાણું માત્રમાં આત્મા છે જ અને છતાં આત્મા જુદે પણ છે જ. માટે મિત્રે ! તમે વયથી ભલે નાના રહ્યા પણ શ્રદ્ધામય બનો તે ખરેખર મોટાથી પણ મોટા ક્ષણવારમાં થઈ શકશે અને જ્ઞાન–ભકિત સાથે એવાં કામ કરે છે જેથી આખરે તમે વિશુદ્ધ આત્માવાળા થઈ પરમાત્મ