________________
૧૭૧
એકને જાણી લે સૌએ, શાસ્ત્ર નિચોડ એ કહ્ય કેમકે એકને જાણ્ય, જાણશે સઘળું તમે. ૨
ભક્તહદય પ્રહલાદજી પિતાના મિત્ર એવા દૈત્ય બાળકના ગંભીર પ્રશ્નોના ઉત્તર આપતાં બેલી ઊડ્યા : “મિત્ર એક રીતે મોઢામેઢ ઋષિ નારદજી સાથે વાત નથી કરી, પરંતુ બ્રહ્મ સર્વવ્યાપી અને સદાકાળ સર્વ સ્થળે મોજૂદ છે, એમ જોઈએ તે તમે સૌને મારી વાત જ સાચી લાગશે. મારા પિતાશ્રી દૈત્યરાજ હિરણ્યકશિપુ એકવાર તપ કરવા ગયા. એ મકાન ખોટા લાભ ઉઠાવી ઈન્દ્ર સહિત દેવોએ દૈત્યો પર ચઢાઈ કરી. દૈત્યો ટકી ન શક્યા. માલમત્તા, સ્ત્રી, બાળકે સૌને એમ ને એમ મૂકી જીવ લઈને નાઠા. પાછળ મારાં પૂજય માતાજીને પણ કેદ કરીને દેવરાજ ઇન્દ્ર લઈ જવા લાગ્યો. તેવામાં ઋષિ નારદ બોલ્યા: “આ ગર્ભવતી અને નિર્દોષ બાઈને ન રંજાડે, ગૌરવભેર એમને મુકત કરો !” દેવરાજ બોલ્યાઃ “ઋષિજી ! એ બાઈને હેરાન કરવાની લેશ પણ ઇચ્છા નથી, પણ હિરણ્યકશિપુનો એ ગર્ભ અતિ શક્તિશાળી હેવો સ્વાભાવિક છે. માટે તે ગર્ભ જન્મ પામે કે તરત તેને મારી નાખી પછી એ બહેનને અમે તરત છેડી દઈશું.' નારદજી બોલ્યા : દેવરાજ ઈન્દ્ર! એ ગર્ભ શક્તિશાળી તો અવશ્ય છે જ. પરંતુ હિરણ્યકશિપુએ તે ગર્ભાધાન ટાણે પ્રભુસ્મરણ કરેલું હોઈ તથા બાઈ કયાધુ પણ સદાની ભક્તિપરાયણ હેઈ તે ગર્ભસ્થ બાળક દૈત્યપુત્ર હોવા છતાં દેવપુત્રથી યે વિકાસમાં આગળ એ અને ભગવાનના પરમભકતરૂ૫ જન્મશે, માટે એ ગર્ભને મારવાને તમારો વિચાર તો ખુદ તમારી જાતને જ નહીં સાથોસાથ ભગવાનને મારવા બરાબર થાય તેવું છે. તે એવો પ્રતાપી છે કે તમે મારી પણ નહીં શકે.” આ સાંભળી દેવેન્દ્ર મારાં પૂજ્ય માતાજીને તરત ગૌરવભેર છેડી મૂક્યાં એટલું જ નહીં પણ કેદ કર્યા તેની પણ હાર્દિક ક્ષમા માગી. ભગ