________________
૧૭૦
એની રીતે વિરાજી રહ્યા છે, જે એક વાર પણ પ્રાણી માત્રમાં રહેલા પરમાત્માને જ પેખી પ્રાણી માત્રની ઉપાસના કરવા લાગી જઈએ, તો ધીરે ધીરે પ્રાણી માત્રમાં રહેલા પરમાત્માને પણ ક્રમે ક્રમે સાધતા જ થઈએ. આપણું સૌને બાળમનમાં પણ જે શિવ, સત્ય અને સૌદર્યની તમન્ના છે તે એ સિવાય બીજા કશામાંથી મળી શકશે નહીં. સૌંદર્ય, માધુર્ય અને તમામ અશ્વર્યની ખાણ માત્ર પરમાત્મા જ છે માટે આપણે આસુરી દુર્ગુણને કાઢી, તેની ઉપાસના કરવા માંડીએ !! ભગવાનનું ખરું સ્વરૂપ માયાને લીધે જ અંધારામાં પડેલું દેખાય છે. એ માયાને પડદે હટાવવાની પહેલ થતાં જ ક્રમે ક્રમે પરમાત્મસ્વરૂપ આપણી નજીક સારી પેઠે પરમાત્મા આવીને જાતે જ દેખાડી દે છે. બાળકેએ કદી આવી વાત ગુરુજનો કે કઈ વડીલ પાસે સાંભળી જ નહોતી, એટલે તેઓ કુદરતી રીતે ખૂબ ખુશ થયા. અને જિજ્ઞાસાપૂર્વક પૂછયું : “આ વાત પ્રહલાદજી ! તમેએ કેની પાસે સાંભળી ” અને જ્યારે પ્રહૂલાદજીએ નારદજીનું નામ લીધું ત્યારે તો એ બાળકને આશ્ચર્યને પાર ન રહ્યો. અને બેલ્યા : “અરે મિત્રવર ! તમને વળી નારદજી ક્યારે અને ક્યાં મળ્યા ? આપણે સૌ તે આપણું જે બે ગુરુપુત્રો છે, તે સિવાય બીજા કોઈ ગુરુને જોયા જ નથી તે પછી બીજા ગુરુ મળ્યાની વાત અને તેમાંય નારદઋષિ મળ્યાની વાત તે બને જ શી રીતે ? આ વાત અમે જરાય સમજતા નથી. તમે જ એ વિગતથી અમને કહી સંભળાવો...”
ગર્ભાવસ્થામાં નારદ–બાધ
પાયાનું મૌલિક જ્ઞાન, ગર્ભે રહ્યાં મળી શકે; કેમકે બ્રહ્મ છે વ્યાપ્ત, જીવે ને નિખિલે જગે. ૧