________________
સાચાં કર્મોને આચરે. ખાવા, પીવા કે ભેગવવા માટે બહુ સમય ગુમાવવાની જરૂર નથી. અને બાળમિત્રો ! એ બધું તો કેટલીકવાર અનાયાસે પણ પ્રારબ્ધ(પૂર્વે કરેલાં કર્મોવશાત મળી જાય છે ! જ્યારે પરમાત્માની પ્રાપ્તિ તે માત્ર માનવ જિદગીના શુદ્ધ અને પૂરેપૂરા પ્રયત્નોથી જ થઈ શકે છે કે માનવ જીવનમાં ખૂબ ભેગે ભોગવવા હોય તે સાધનો મેળવવાં પડે છે. જેટલાં વધુ સાધને મેળવાય તેટલો વધુ પ્રયત્ન કરવો પડે. અને આ વિષચક્ર એવું છે કે માનવી એમાંથી જ ઊંચે આવી શકતા નથી. છેવટે મહામૂલી જિંદગી હાથમાંથી સરી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાને સમય કે મેકે જ મળતું નથી. કામ, ક્રોધ અને લક્ષમાં જ વધારો થાય છે. આવા માન માનવ-દેહ મળવા છતાં દાનવરૂપ જ છે, જ્યારે આપણે દાનવ ગતિમાં જન્મવા છતાં ઉચ્ચ માનવ બની એ માગે પ્રયત્ન આદરીએ, તો દાનવમાંથી માનવ, માનવમાંથી દેવ અને દેવમાંથી પરમાત્મપદની પ્રાપ્તિ જરૂર કરી શકીએ તેમ છીએ ! આપણે જે એમ માનીએ કે “બાળક શું કરી શકે છે પણ એવું નથી. આજે આપણે ભલે નાના બાળક હાઈએ, પણ ભૂતકાળ અનેક જન્મોના અનુભવ લઈને પછી અહીં આવ્યા છીએ, એટલે આજથી અને અત્યારથી જ આપણે પરમાત્માને ઓળખવામાં લાગી જવું જોઈએ. આપણે જે બચપણ ખેલકૂદમાં ગુમાવી દઈએ, યુવાની ભોગ ભોગવવામાં ગુમાવી દઈએ તો ઘડપણમાં ઈદ્રિય ઢીલી થયા પછી શું કરી શકવાના ? એટલે જ આ દિશામાં અત્યારથી વધુમાં વધુ પુરુષાર્થ કરે જઈએ. અહંતા–મમતા, સ્વછંદ–પ્રતિબંધ અને રાગ-દ્વેષના ફાંસલામાંથી ઝટ ઝટ નીકળી જવું જોઈએ. તો જ આપણે પરમાર્થની સાચી વાત સમજી ય કિંચિત પણ સાચી નક્કર દિશાનું આયરણ કરી શકીશું. મિત્રો ! ભગવાનની પ્રાપ્તિ માટે કાંઈ પ્રબળ પ્રયત્ન કરવો પડે, તેવું પણ નથી. કારણ કે તેઓ (ભગવાન) સમસ્ત (નાના મેટા) જીવોમાં